મુખ્ય સમાચાર
News of Tuesday, 26th December 2017

ડોલર સામે રૂપિયો અંતે ૬૪.૦૮ની સપાટી પર

રૂપિયામાં ૦.૦૫ ટકાનો ઘટાડો

        મુંબઈ, તા.૨૬ : ડોલર સામે રૂપિયામાં આજે આંશિક ઘટાડો જોવા મળ્યો હતો. ઘણા ડીલરો હાલમાં સાવચેત દેખાઈ રહ્યા છે. શુક્રવારના દિવસે ડોલર સામે રૂપિયો ૬૪.૦૫ની સપાટીએ રહ્યો હતો. આજે તેમાં ૦.૦૫ ટકાનો ઘટાડો રહેતા તેની સપાટી ૬૪.૦૮ રહી હતી. ડોલર સામે રૂપિયો ૬૪.૦૩ની સપાટીએ ખુલ્યો હતો અને હાઈ અને લો સપાટી ક્રમશઃ ૬૪.૦૨ અને ૬૪.૧૨ રહી હતી. શેરબજારમાં આજે તેજી રહી હતી. આ વર્ષે હજુ સુધી સેંસેક્સમાં ૨૭ ટકાનો વધારો થઇ ચુક્યો છે જ્યારે રૂપિયામાં આ વર્ષે છ ટકાનો વધારો નોંધાયો છે.

(7:47 pm IST)