મુખ્ય સમાચાર
News of Tuesday, 26th December 2017

ટ્રેનમાં હવે વિન્ડો સીટ માટે ચૂકવવા પડશે વધુ રૂપિયા

પ્લેનની જેમ ટ્રેનમાં પણ વિન્ડો સીટનો એકસ્ટ્રા ચાર્જ : ફલેકસીની જગ્યાએ એરલાઇન્સની જેમ ડાઇનેમિક પ્રાઇસિંગ સીસ્ટમ

નવી દિલ્હી તા. ૨૬ : રેલવેમાં હવે ફલેકસી ફેયર પૂર્ણ થવાની શકયતા તો નથી દેખાતી પરંતુ તેના સ્વરુપમાં થોડા ફેરફાર જરુર થઈ શકે છે. ફલેકસી ફેરને એરલાઇન્સની જેમ ડાઇનેમિક પ્રાઇસિંગ આધારે નક્કી કરવાના પ્રયાસ થઈ રહ્યા છે. જેના કારણે મોટાભાગના પ્રવાસીઓને બેઝ ફેર પર પ્રવાસ કરવાની તક મળશે. કેમ કે આ ટ્રેનમાં વિન્ડો સિટ અને આગળની સીટ પર થોડો વધુ ચાર્જ વસૂલવામાં આવશે જયારે સાઇડ બર્થના ચાર્જમાં ઘટાડો કરવામાં આવી શકે છે.

રેલવે યોજના બનાવી રહ્યું છે કે જયારે પીક સીઝન હોય ત્યારે વધુ ભાડું અને જયારે સીઝન ઠંડી હોય ત્યારે ઓછું ભાડું વસૂલવામાં આવે. ફલેકસી ફેર અને ડાઇનેમિક ફેરમાં સૌથી મોટો તફાવત એ છે કે રેલવેમાં પ્રથમ ૧૦ ટકા ટિકિટ બૂક થતા જ ભાડામાં ૧૦ ટકાનો વધારો થઈ જાય છે. જેથી બેઝિક ફેરનો ફાયદો માત્ર ૧૦% પ્રવાસીઓને જ મળે છે. જયારે પ્લેનમાં પહેલા ૩૦% પ્રવાસીઓને બેઝિક ફેરનો ફાયદો મળે છે.

તો રેલવેમાં પણ આ સીસ્ટમ લાગૂ પડ્યા બાદ ૨૦ ટકા જેટલા વધુ મુસાફરોને બેઝિક ફેર પર પ્રવાસ કરવાની તક મળશે. ૩૦% બુકિંગ થયા બાદ ભાડામાં ૧૦%નો વધારો કરાશે.

(4:25 pm IST)