મુખ્ય સમાચાર
News of Tuesday, 26th December 2017

શપથવિધી સાથે સાથે

અમદાવાદ,તા. ૨૬, ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે આજે વિજય રૂપાણીએ શપથ લીધા હતા. આની સાથે જ રૂપાણી બીજી વખત મુખ્યપ્રધાન બન્યા છે. રૂપાણીની સાથે નિતિન પટેલ અને અન્યોએ પણ શપથ લીધા હતા. તેમની સાથે જે અન્યોએ શપથ લીધા હતા. તેમાં કેબિનેટ પ્રધાન તરીકે આરસી ફળદુ, કૌશિક પટેલ, સૌરભ પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ગણપત વસાવા, જયેશ રાદડિયા, દિલિપ ઠાકોર અને ઇશ્વર પરમારનો સમાવેશ થાય છે. જ્યારે રાજ્ય પ્રધાન તરીકે જે પ્રધાનોએ શપથ લીધા હતા. ભવ્ય શપથવિધીની સાથે સાથે નીચે મુજબ છે.

*      ગુજરાતમાં વિજય રૂપાણીના નેતૃત્વમાં સરકારની ભવ્ય શપથવિધી થઇ

*      ગુજરાતના રાજ્યપાલ કોહલીએ તમામને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા

*      રૂપાણી કેબિનેટમાં કેબિનેટ પ્રધાન તરીકે આરસી ફળદુ, કૌશિક પટેલ, સૌરભ પટેલ, ભુપેન્દ્રસિંહ, ગણવત વસાવા, જયેશ રાદડિયા, દિલિપ ઠાકુર, ઇશ્વર પરમાર કેબિનેટ પ્રધાન બન્યા

*      મોટી સંખ્યામાં લોકોની હાજરીમાં  ગાંધીનગરના નવા સચિવાયલ ખાતે શપથવિધી

*      વડાપ્રધાન નરેન્દ્રભાઇમોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, ૧૮ રાજ્યોના મુખ્યપ્રધાનો,  મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકરો હાજર

*      મોટી સંખ્યામાં મહેમાનોની હાજરીને ધ્યાનમાં લઇને કોઇ કચાસ ન રહી જાય તે માટે જોરદાર આયોજન કરવામાં આવ્યુ હતુ

*      મોટી સંખ્યામાં સાધ સન્તો પણ સ્ટેજની શોભા વધારવા હાજર રહ્યા

*      ગાંધીનગરના નવા સચિવાલય ગ્રાઉન્ડ ખાતે શપથવિધીને લઇને તૈયારી ગઇકાલે જ પૂર્ણ કરવામાં આવી હતી.

*      સચિવાલયમાં વાહનોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ

*      શપથગ્રહણના સ્થળ, વિધાનસભા સંકુળ અને નજીકના હેલિપેડ ખાતે તૈયારી પૂર્ણ કરાઇ

*      છેલ્લા કેટલાક દિવસથી તડામાર તૈયારી ચાલી રહી હતી

*      ચુસ્ત અને  સઘન સુરક્ષા બંદોબસ્ત રાખવામાં આવ્યુ હતુ

*      શપથ સ્થળ પર મોટા સ્ક્રીન લોકો માટો સ્થાપિત કરવામાં આવ્યા હતા

(4:00 pm IST)