મુખ્ય સમાચાર
News of Tuesday, 26th December 2017

શપથવિધિ સમારોહમાં ત્રણ જુદા - જુદા સ્ટેજ તૈયાર, ૧૨ LED સ્ક્રીન

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૭માં ફરી એકવાર સત્તા જાળવી રાખવામાં સફળ થયેલીભાજપની નવી સરકારનો શપથવિધિ સમારોહ ગાંધીનગરના નવા સચિવાલય ગ્રાઉન્ડ ખાતે યોજાયો શપથવિધિ સમારોહના  આગલા દિવસે સ્નીફર ડોગ સાથે ડોગ સ્કવોડ, બોંબ સ્કવોડ સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા શપથવિધિ સમારોહના સ્થળ અને તેની આસપાસના સમગ્ર વિસ્તારમાં સઘન અનેઝીણવટભર્યું ચેકીંગ હાથ ધરાયું હતું. શપથવિધિ સમારોહમાં ગુજરાત સહિત દેશભરમાંથી વીઆઇપી, વીવીઆઇપી સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેવાના હોઇ એરપોર્ટથી લઇનવા સચિવાલય ગ્રાઉન્ડ સુધીના માર્ગ પર સુરક્ષાને મોક ડ્રાઇવ યોજાઇ હતી અને લોખંડીબંદોબસ્ત સાથેનું રિહર્સલ કરાયું હતું. ત્રણ અલગ-અલગ વિશાળ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યાછે, જેમાં મુખ્ય સ્ટેજ ૬૦ ફુટ બાય ૩૨ ફુટનું જયારે વિશાળ ડોમ જે તૈયાર કરાયો છે તે,૧૨૦ બાય ૧૬૦ મીટરનો બનાવાયો છે. જેમાં ૧૨ હજારથી વધુ લોકોને સમાવી શકાય તેવી ક્ષમતા છે.  દૂર દૂર સુધી લોકો સમારોહ નજીકથી જોઇ શકે તે માટે ચાર મોટા અને આઠ નાનાસહિત કુલ ૧૨ એલઇડી સ્ક્રીન લગાવવામાં આવ્યા હતા.

(12:43 pm IST)