મુખ્ય સમાચાર
News of Tuesday, 26th December 2017

બિહારના સારણ જિલ્લાની ઘટના

૫૦૦થી વધુના ખાતામાં જમા થયા ૧-૧ લાખ, લોકો ખુશખુશાલ થયા

સારણ તા. ૨૬ : બિહારના સારણ જિલ્લાના દાઉદપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડઝન જેટલાં ગામના ૧૦૦થી વધુ ગ્રાહકોનાં ખાતામાં ૯૯,૯૯૯ રૂપિયા આવી ગયા. આ સમાચાર જાણતા જ લોકો ખુશખુશાલ થઈ ગયા અને ભાગદોડ કરી બેંક ખાતામાં જમા થયેલી રકમ ઉપાડવા પહોંચી ગયા, પણ તે મળી નહિ. બેંક કર્મચારીઓએ જણાવ્યું કે, તેમનાં એકાઉન્ટ્સ હોલ્ડ કરી દેવાયાં છે.

ચમરહિયા કોહડા પિલુઈ, નસીરા ઇનાયતપુર, કરહી, વિશુનપુરા ગામના સેંકડો કસ્ટમર્સનાં ખાતાં કોહડા અને ચમરહિયા સ્ટેટ બેંક ગ્રાહક સેવા કેન્દ્રમાં ખોલવામાં આવ્યાં છે. સેંકડો ગ્રાહકનાં એકાઉન્ટ્સમાં ૯૯,૯૯૯ રૂપિયા આવ્યો તો ગ્રાહકોના મોબાઇલમાં મેસેજ આવ્યો. મેસેજ આવતાં જ લોકોએ બેંકમાં જઈને જાણકારી મેળવી, તો પૈસા ખાતામાં હોવાનું બતાવતું હતું, પણ તેમનાં એકાઉન્ટ્સ હોલ્ડ કરી દેવાયાં.

આ અંગે કેટલાક લોકોનું કહેવું છે કે, આ કેન્દ્ર સરકારે મોકલેલા રૂપિયા છે. જયારે તેમને પૂછવામાં આવ્યું કે, કોઈ મદદ માટે પૈસા આવ્યા છે, તો ગ્રામણીઓએ ચુપકીદી સાધી લીધી હતી. સૌથી વધુ સ્કૂલ વિદ્યાર્થીઓનાં એકાઉન્ટ્સમાં રૂપિયા આવ્યા છે. ચમરહિયા બેંકમાં ૨૦૦, કોહડાની ત્રણ બેંકોમાં લગભગ ૩૦૦થી વધુ કસ્મટર્સનાં એકાઉન્ટ્સમાં પૈસા આવ્યા છે.

આ અંગે બેંક મેનેજમેન્ટે કહ્યું છે કે, નેટવર્કિંગ પ્રોબ્લેમને કારણે આ પ્રકારની રકમ એકાઉન્ટમાં બતાવતી હતી. જે ખાતાંની ફરિયાદ છે, તે ખાતાધારક પાસેથી કેવાયસી, આધાર કાર્ડ અને પેન કાર્ડ માગવામાં આવ્યાં છે.

(11:59 am IST)