મુખ્ય સમાચાર
News of Tuesday, 26th December 2017

રૂપિયા ૩,૩૦૦ સુધીનું કેશબેક આપશે

Jioની બંપર ઓફર

મુંબઇ તા. ૨૬ : રિલાયન્સ Jio શરુઆતથી ધમાકેદાર ઓફર લાવી રહ્યી છે. આ ઓફરના કારણે ડેટા ઘણો સસ્તો થયો છે. ૧૯૯ અને ૨૯૯ના બે મંથલી પ્લાન્સ લોન્ચ કર્યા ના બે દિવસ પછી જિયોએ સોમવારે ૩૦૦ રુપિયામાં 'સરપ્રાઈઝ કેશબેક' ઓફર રજૂ કરી છે. રિલાયન્સ જિયો ૩૦૯૯ રુપિયાના રિચાર્જ પર ૩,૩૦૦ રૂપિયા સુધીનું બંપર કેશબેક આપશે. મહત્વની વાત એ છે કે આ ઓફર ૧૫ જાન્યુઆરી ૨૦૧૮થી પહેલા રિચાર્જ કરાવવા પર લાગુ થશે.

જિયોએ એક નિવેદનમાં કહ્યું, 'જિયો ટેરિફસ અને આવી ઓફર આપવા માટે હંમેશા લીડર રહ્યું છે. આગળ પણ આ સિલસિલો યથાવત રહેશે. જિયો એકમાત્ર એવી ટેલિકોમ ઓપરેટર છે જે ટેરિફસથી પણ વધુ ગ્રાહકો સુધી ફાયદો પહોંચાડે છે.' કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, ગ્રાહકોને ઓનલાઈન રિચાર્જથી નજીક લાવવાની દિશામાં આ એક પગલું છે.

૪૦૦ રૂપિયાના MyJio કેશબેક વાઉચર્સ, ૩૦૦ રુપિયા સુધીના તત્કાળ કેશબેક વાઉચર્સ, ઈ-કોમર્સ પ્લેયર્સથી ૨,૬૦૦ રુપિયા સુધીના ડિસ્કાઉન્ટ વાઉચર્સ,  શુક્રવારે જ જિયોએ ૧૯૯ અને ૨૯૯ રૂપિયાના બે મંથલી પ્લાન્સ બજારમાં ઉતાર્યા હતા, જેમાં ગ્રાહકોને પ્રત્યેક દિવસ 1.2GB અને 2GB ડેટા મળશે.

(5:08 pm IST)