મુખ્ય સમાચાર
News of Tuesday, 26th December 2017

૨૦૧૫-૧૬માં ફકત ૧.૭ ટકા ભારતીયોએ આવકવેરો ચૂકવ્યો

૨ કરોડથી વધુ લોકો જ આયકર ચુકવે છે

નવી દિલ્હી તા. ૨૬ : ભારતમાં ફકત ૨ કરોડથી વધુ લોકો એટલે કે વસ્તીનાં ફકત ૧.૭ ટકા લોકો જ ઈન્કમટેકસ ચૂકવે છે તેવું આવકવેરા વિભાગ દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા આંકડાઓ પરથી જાણવા મળે છે. આકારણી વર્ષ ૨૦૧૫-૧૬માં આવકવેરાનું રિટર્ન ભરનારાઓની સંખ્યા વધીને ૪.૦૭ કરોડ પર પહોંચી હતી જે અગાઉના આકારણી વર્ષમાં ૩.૬૫ કરોડ હતી. કરપાત્ર આવક મર્યાદા કરતા ઓછી આવક ધરાવતા ૨.૦૬ કરોડ લોકોએ જ ખરેખર ઈન્કમટેકસ ચૂકવ્યો હતો.

આકારણી વર્ષ ૨૦૧૫-૧૬માં વ્યકિતઓ દ્વારા કુલ રૂ. ૧. ૮૮ લાખ કરોડનો ઈન્કમટેકસ ચૂકવાયો. અગાઉના આકારણી વર્ષ ૨૦૧૪-૧૫માં ૩.૬૫ કરોડમાંથી ૧.૯૧ કરોડ લોકોએ જ રિટર્ન ભર્યું હતું આમ બહુ ઓછા લોકોએ ઈન્કમટેકસ ભર્યો હતો. આકારણી વર્ષ ૨૦૧૫-૧૬માં વ્યકિતઓ દ્વારા કુલ રૂ. ૧. ૮૮ લાખ કરોડનો ઈન્કમટેકસ ચૂકવવામાં આવ્યો હતો જેના આંક આકારણી વર્ષ ૨૦૧૪-૧૫માં રૂ. ૧.૯૧ લાખ કરોડ હતો.

દેશની ૧૨૦ કરોડની વસ્તીમાંથી ફકત ૩ ટકા લોકોએ જ રિટર્ન ફાઈલ કર્યા હતા. આમાંથી ૨.૦૧ કરોડથી વધુ લોકોએ શૂન્ય આવકવેરા ભર્યો હતો. જયારે ૯૬૯૦ લોકોએ રૂ. ૧ કરોડથી વધુ ટેકસ ભર્યો હતો. ફકત એક જ વ્યકિતએ રૂ. ૧૦૦ કરોડથી વધુ ટેકસ એટલે કે ટૂંકમાં કહીએ તો રૂ. ૨૩૮ કરોડ ચૂકવ્યા હતા.

૨.૮૦ કરોડ કરદાતાઓ અને રિટર્ન ફાઈલ કરનારાઓ પાસેથી મહત્ત્।મ ૧૯૯૩૧ કરોડ એકઠા કરાયા હતા જેમણે રૂ. ૫.૫૦ લાખથી માંડીને રૂ. ૯.૫૦ લાખ સુધીનો ટેકસ ભર્યો હતો.

રૂ. ૧.૫ લાખથી ઓછો  કે રૂ. સરેરાશ ૨૪૦૦૦નો આવકવેરો ચૂકવનાર ૧.૮૪ લાખ લોકોએ રિટર્ન ભર્યા હતા. આકારણી વર્ષ ૨૦૧૫-૧૬માં ટેકસ રિટર્ન ફાઈલ કરનાર ૪.૦૭ કરોડ લોકોમાંથી ૮૨ લાખ લોકોએ શૂન્ય કે રૂ. ૨.૫ લાખ કરતા ઓછી આવક દર્શાવી હતી.

કંપનીઓ દ્વારા ૭.૧૯ લાખ રિટર્ન ભરવામાં આવ્યા હતા જેમની કુલ આવક રૂ. ૧૦.૭૧ લાખ કરોડ હતી.(૨૧.૭)

 

(11:40 am IST)