દુર્ગ-સુપરફાસ્ટ એક્સપ્રેસમાં ભીષણ આગ ભભૂકી ઉઠી : ચાર ગાડીઓ બળીને ખાખ
રેલવે સહિત ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
મધ્યપ્રદેશમાં મુરૈનાની નજીકના હેતમપુર સ્ટેશન પાસે ટ્રેન નંબર 20848 દુર્ગ સુપરફાસ્ટ એક્સપ્રેસના ચાર ડબ્બાઓનાં ભીષણ આગ લાગી છે. ટ્રેન ઉધમપુરથી દુર્ગ જઇ રહી હતી. મળતી માહિતી અનુસાર પ્રશાસન રેલવે સહિત ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે કે જેઓએ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. અત્યાર સુધીમાં જો કે આ દુર્ઘટનામાં કોઇ પણ જાતની જાનહાનિના સમાચાર સામે નથી આવ્યાં.
મળતી જાણકારી અનુસાર, જમ્મુ-કાશ્મીરના ઉધમપુરથી લઇને છત્તીસગઢના દુર્ગ તરફ જઇ રહેલી આ ટ્રેનના AC કોચ A1 અને A2માં ભીષણ આગ લાગી છે. ટ્રેનમાં વૈષ્ણોદેવીથી પરત ફરી રહેલ યાત્રીઓ સામેલ હતાં. ઘટનાસ્થળે હાજર લોકોના કહેવા અનુસાર, અનેક યાત્રીઓએ ટ્રેનમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. તેમાંથી કેટલાંક લોકોને ગંભીર ઇજા પણ થઇ છે