મુખ્ય સમાચાર
News of Friday, 26th November 2021

ચિંતાજનક સ્થિતિ :છેલ્લા 30 દિવસમાં 2.400 વિદ્યાર્થી કોરોના સંક્રમિત : સૌથી વધુ 1700 વિદ્યાર્થી મહારાષ્ટ્રના

સંક્રમિત થનારા મોટાભાગના વિદ્યાર્થીઓ લગ્ન કે પાર્ટીમાં ગયા હતા: રસીના બંને ડોઝ લીધા હતા

નવી દિલ્હી :દેશમાં કોરોનાનું સંક્રમણ ફરીથી ચિંતાજનક સ્થિતિ સર્જી રહ્યું છે. 10 મોટા રાજ્યોમાં છેલ્લા 30 દિવસમાં 2 હજાર 400 વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયા છે. સૌથી વધુ 1700 વિદ્યાર્થીઓ મહારાષ્ટ્રના છે. સંક્રમિત થનારા મોટાભાગના વિદ્યાર્થીઓ લગ્ન કે પાર્ટીમાં ગયા હતા. આ સિવાય કેટલાક કિસ્સાઓમાં તેમના પરિવારના સભ્યો કોઈ કાર્યક્રમમાંથી પરત ફર્યા હતા. બીજી તરફ કર્ણાટકની ધારવાડ મેડિકલ કોલેજમાં કોરોના પોઝિટિવ વિદ્યાર્થીઓની સંખ્યા ગુરુવારે 182 થઈ છે. સૌથી મોટી વાત એ છે કે આમાં મોટા ભાગના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે જેમણે રસીના બંને ડોઝ લીધા હતા. ચેપગ્રસ્ત વિદ્યાર્થીઓમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 1700 વિદ્યાર્થીઓ છે.

વિવિધ રાજ્યોની સ્થિતિ આ મુજબ છે

1)રાજસ્થાનમાં 20 સપ્ટેમ્બરથી સ્કૂલ ખુલી, 12 વિદ્યાર્થી સંક્રમિત
2)16 નવેમ્બરે જયપુરની એક સ્કુલમાં 2 બાળકો પોઝિટિવ
3)મહારાષ્ટ્રમાં 1 મહિનાની અંદર 1700થી વધુ વિદ્યાર્થી પોઝિટિવ
4)ઓડિશામાં 23 નવેમ્બરે સરકારી સ્કુલના 53 વિદ્યાર્થીઓ પોઝિટિવ
5)ઓડિશાના સંબલપુરમાં મેડિકલ કોલેજના 22 વિદ્યાર્થીઓ સંક્રમિત
6)પંજાબમાં 14 વિદ્યાર્થી પોઝિટિવ આવ્યા પછી નવોદય સ્કૂલ બંધ કરી
7)હિમાચલના કાંગડા જિલ્લામાં 408 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા
8)ઉત્તરાખંડની દૂન સ્કુલમાં 8 વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
9)મધ્યપ્રદેશની IIMમાં 9 ડિફેન્સ ઓફિસર કોરોના પોઝિટિવ
10)ઉત્તરપ્રદેશમાં 23 નવેમ્બરે 12 વિદ્યાર્થીઓને કોરોના થયો હતો

(11:48 pm IST)