મુખ્ય સમાચાર
News of Friday, 26th November 2021

ફ્રેશર્સ પાર્ટીને લીધે કર્ણાટકની મેડિકલ કોલેજમાં કોરોના વકર્યો

કોરોનાએ હવે વિદ્યાર્થીઓને ચપેટમાં લેવાનું શરૂ કર્યું : કોલેજ કેમ્પસમાં ભણનારા વિદ્યાર્થીઓ પૈકી ૩૦૦ના ટેસ્ટ થયા, ૩૦૦૦ જેટલા કર્મચારીના પણ ટેસ્ટ કરાયા

નવી દિલ્હી, તા.૨૬ : કર્ણાટકની એક મેડિકલ કોલેજમાં કોરોનાથી સંક્રમિત થયેલા વિદ્યાર્થીઓનો આંકડો ૧૮૨ પર પહોંચી ગયો છે. કોરોના વિસ્ફોટ થવાનુ કારણ કોલેજના વિદ્યાર્થીઓએ યોજાયેલી ફ્રેશર્સ પાર્ટી હોવાનુ બહાર આવ્યુ છે.વધારે ચોંકાવનારી વાત એ છે કે, સંક્રમિત થયેલા વિદ્યાર્થીઓમાંથી ઘણાએ કોરોના વેક્સીનના બંને ડોઝ લીધા છે. કોલેજ કેમ્પસમાં ભણનારા વિદ્યાર્થીઓ પૈકી ૩૦૦ વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ થઈ યુકયા છે સાથે સાથે ૩૦૦૦ જેટલા કર્મચારીઓના પણ ટેસ્ટ કરવામાં આવ્યા છે.ગઈકાલ સુધીમાં ૬૬ વિદ્યાર્થીઓ સંક્રમિત હોવાનુ બહાર આવ્યુ હતુ.હવે આ આંકડો વધીને ૧૮૨ થઈ ગયો છે.

દરમિયાન આરોગ્ય વિભાગે સંક્રમિત થયેલા વિદ્યાર્થીઓના સેમ્પલ જિનોમ સિકવન્સિંગ માટે મોકલી આપ્યા છે.જેથી ખબર પડે કે, કોરોનાનુ સંક્રમણ ફેલાવવા માટે નવો વેરિએ્ટ જવાબદાર છે કે કેમ...દરમિયાન વિદ્યાર્થીઓને હોસ્ટેલ બહાર જવા પર પ્રતિબંધ મુકી દેવાયો છે.

(7:22 pm IST)