મુખ્ય સમાચાર
News of Friday, 26th November 2021

લોકો આટલી હદે સંવેદનશીલ હોવાનુ મહેસૂસ કરતા હોય તો અમે શું કરીએ..કોઈએ તમને આ પુસ્તક વાંચવા માટે કહ્યુ નથી. તમે આંખો બંધ કરી દો અને પુસ્તકને ના વાંચો...: સલમાન ખુરશીદના પુસ્તક પર બેન મુકવાની પિટિશન દિલ્હી હાઈકોર્ટે ફગાવી

હિન્દુત્વની સરખામણી ISIS જેવા આંતકી સંગઠનો સાથે કરવા બદલ કોંગ્રેસ નેતા સલમાન ખુરશીદનુ પુસ્તક સનરાઈઝ ઓવર અયોધ્યા તાજેતરમાં વિવાદોમાં આવ્યુ હતુ.
આ પુસ્તક પર પ્રતિબંધ મુકવાની પિટિશન હવે દિલ્હી હાઈકોર્ટે પણ ફગાવી દીધી છે.કોર્ટે ક્હ્યુ હતુ કે, લોકો આટલી હદે સંવેદનશીલ હોવાનુ મહેસૂસ કરતા હોય તો અમે શું કરીએ..કોઈએ તમને આ પુસ્તક વાંચવા માટે કહ્યુ નથી. તમે આંખો બંધ કરી દો અને પુસ્તકને ના વાંચો…
ઉલ્લેખનિય છે કે, પિટિશનમાં કહેવાયુ હતુ કે, હિન્દુત્વની સરખામણી ISIS અને બોકો હરામ જેવા આતંકી સંગઠનો સાથે કરવામાં આવી હોવાથી કરોડો હિન્દુઓની લાગણી ઘવાઈ છે.
ઉલ્લેખનિય છે કે, સલમાન ખુરશીના પુસ્તકને લઈને થયેલા વિવાદ બાદ તેમના નૈનિતાલ ખાતે આવેલા ઘરમાં પણ આગચંપી કરવામાં આવી હતી.


 

(6:02 pm IST)