મુખ્ય સમાચાર
News of Friday, 26th November 2021

ફેસબુક પરથી કન્ટેન્ટ હટાવવાની ૨૪ ટકા ફરિયાદ માત્ર ભારતમાંથી કરાઈ

નવી દિલ્હીઃ ફેસબુક હેટ સ્પિચ, અશ્લિલ વીડિયો અને અફવાઓ ફેલાવનાર કન્ટેન્ટને કારણે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર સૌથી વધુ ફરિયાદો મળી રહી છે. આ જ કારણ છે કે, દુનિયામાં કંટેન્ટ રિમુવલ રિકવેસ્ટ એટલે કે, આપત્તિજનક સામગ્રીને હટાવાનો અનુરોધ સૌથી વધુ છે. દુનિયામાં એવી સામગ્રી હટાવવાના કુલ અવરોધના ૨૪ ટકા માત્ર ભારતમાંથી જ છે. આ રીતે ભારત દુનિયાના પ્રમુખ ૧૦ દેશોમાં બીજા સ્થાને છે જ્યારે રશિયા પહલા સ્થાન પર છે. આ ખુલાસો સોશ્યલ મીડિયાની ગતિવિધિઓ પર નજર રાખનાર કોમ્પૈરિટેક ડોટ કોમના રિપોર્ટમાં થયો છે. 

૭૪ હજારથી વધુ ફરિયાદો

રશિયામાંથી ૧.૭૯ લાખ સામગ્રીને હટાવવાનો અનુરોધ મળ્યો છે. ભારત ૭૪,૬૭૪ કન્ટેન્ટ હટાવવાના અનુરોધ સાથે બીજા સ્થાન પર છે. દેશમાં કન્ટેન્ટ હટાવવાને મામલે સૌથી વધુ સૂચના પ્રૌદ્યોગિકી અધિનિયમ ૨૦૦૦ની કલમ ૬૬એને રદ્દ કર્યા બાદ આવ્યો છે.

આ દેશોમાંથી આવી સૌથી વધુ ફરિયાદો

ચીનમાં ફેસબુક જેવા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર એવા કન્ટેન્ટ ઘણી વખત મળ્યા બાદ સંબંધિત એપને સમગ્ર દેશ માટે પ્રતિબંધ મુકી દે છે. ગત વર્ષના મુકાબલે સૌથી વધુ ફરિયાદોનો આંકડો જાપાન, ભારત, દક્ષિણ કોરિયા અને ઈન્ડોનેશિયામાં વધ્યો છે.

(3:51 pm IST)