મુખ્ય સમાચાર
News of Friday, 26th November 2021

કેદી પિતાનો સગીર પુત્રી ઉપર જેલમાં જ બળાત્કારઃ ફરાર

રાજસ્થાનના જોધપુરની ઓપન એર જેલમાં હત્યાના આરોપમાં ઉંમરકેદની સજા કાપી રહેલ

જોધપુર, તા.૨૬: રાજસ્થાનની જોધપુર જેલથી અચંબીત કરનાર ઘટના સામે આવી છે. જેલમાં ઉંમરકેદની સજા કાપી રહેલ કેદીએ પોતાની જ સગીર પુત્રી ઉપર બળાત્કાર કરી નાસી છુટતા ચકચાર મચી ગઇ છે.

હત્યાના આરોપમાં સજા કાપી રહેલ આરોપી જોધપુરની ઓપન એર જેલમાં હતો. તેની પત્નિ અને સગીર પુત્રી પણ સાથે હતા. થોડો સમય પહેલા પત્નિ છોડીને જતી રહેતા પુત્રીએ પિતા સાથે રહેવાનો નિર્ણય કર્યો હતો. બુધવારે પીડીતાએ પોતાની માતાને ફોન કરી પિતાએ બળાત્કાર કર્યાની જાણ કરતા માતાએ તુરંત પોલીસ ફરીયાદ નોંધાવી હતી.

પોલીસના જણાવ્યા મુજબ સગીરાની મેડીકલ તપાસ કરવામાં આવી છે અને આરોપી પિતા ઉપર પોસ્કો હેઠળ ફરિયાદ દાખલ કરાયેલ છે. આરોપીને અગાઉ જ ગંધ આવી જતા તેણે ઓપન એર જેલમાંથી ભાગવાનો પ્લાન બનાવેલ અને તે ભાગવામાં સફળ રહેલ. ખુલી જેલના કંસેપ્ટ ઉપર પણ આ બનાવ બાદ સવાલો ઉઠયા છે.

(12:38 pm IST)