મુખ્ય સમાચાર
News of Friday, 26th November 2021

એકિસડેન્ટ થયુ છતાં દોસ્તના લગ્નમાં ડાન્સ કરવા પહોંચી ગયો મિત્રઃવિડીયો વાયરલ

યારા તેરી યારી કો, મૈને તો ખુદા જાના...

નવી દિલ્હી,તા.૨૬: સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જયાં રોજબરોજ કેટલાક ફની વીડિયો વાયરલ થાય છે. કેટલાક વીડિયો એવા હોય છે જેને લોકો વારંવાર જોવાનું પસંદ કરે છે. જયારે કેટલાક વીડિયો જોઈને આશ્વર્ય પણ થતુ હોય છે. તાજેતરમાં આવો જ એક રમુજી વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યકિતને જોઈને લોકો કહી રહ્યા છે કે આ વ્યકિત હોસ્પિટલના પલંગ પરથી ઊભો થઈને સીધો ડાન્સ કરવા પહોંચી ગયો.

વીડિયોમાં જોઈ શકાય છે કે એક જાન જઈ રહી છે, જયાં ઘણા લોકો ડાન્સ કરતા અને ખૂબ એન્જોય કરતા જોવા મળે છે. જો કે આ લગ્નનો વીડિયો કયાંનો છે તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક વ્યકિત જોવા મળી રહ્યો છે જે અજીબોગરીબ રીતે ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે અને વ્યકિતની હાલત જોઈને લોકો દંગ રહી ગયા છે.

ઘણીવાર તમે સોશિયલ મીડિયા પર લગ્નના વીડિયો જોયા હશે. પરંતુ આ લગ્ન કંઈક અલગ છે. ૩૦ સેકન્ડનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી DRacarys પરથી શેર કરવામાં આવ્યો છે. સાથે કેપ્શનમાં લખ્યુ કે, જયારે તમારા મિત્રના લગ્ન હોય અને તમારૂ એકિસડેન્ટ થયુ હોય ત્યારે.

યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. એક યુઝરે લખ્યુ કે, ભાઈ આવી હાલતમાં કોણ ડાન્સ કરે ? જયારે અન્ય એક યુઝરે લખ્યુ કે, ગજબ દોસ્તી નિભાવી તમે. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

(10:54 am IST)