મુખ્ય સમાચાર
News of Friday, 26th November 2021

શેરબજાર કડડડડભૂસ

કોરોના વાયરસના નવા વેરિએન્ટથી સમગ્ર વિશ્વમાં ચિંતાના વાદળો : બપોરે ર.૪૫ કલાકે સેન્સેકસ ૧૭૯૦ પોઇન્ટ ઘટીને ૫૭૦૦૪ અને નીફટી ૫૪૭ પોઇન્ટ ઘટીને ૧૬૯૮૯ ઉપર છેઃ ફાર્મા સિવાય તમામ સેકટર રેડ ઝોનમાં : ૧૭૯૦થી વધુ પોઇન્ટનો કડાકોઃ ૬.૫૦ લાખ કરોડનું ધોવાણ

મુંબઇ, તા., ર૬: કોરોનાના નવા પ્રકારના વાયરસે કાળો કેર મચાવતા સમગ્ર વિશ્વમાં તેના ચિંતાજનક પડઘા પડયા છે અને તેની અસર શેરબજાર ઉપર જોવા મળી છે. વિશ્વબજારોના પગલે ભારતીય શેરબજાર પણ ઉંધામાથે પટકાયું છે. ઇન્ટ્રા-ડે સેન્સેકસ   ૧૭૯૦થી વધુ પોઇન્ટ તૂટયો હતો તો નીફટીમાં પણ ૫૦૦થી વધુ પોઇન્ટનું ગાબડુ પડયું છે. એક તબક્કે સેન્સેકસ ૧૭૦૦થી વધુ પોઇન્ટ તુટયો હતો અને ૫૭૦૦૪ ની સપાટીને સ્પર્શ કર્યો હતો.

આ લખાય છે ત્યારે બપોરે સેન્સેકસ ૧૭૯૦ પોઇન્ટ ઘટીને ૫૭૦૦૪ અને નીફટી ૫૪૭ પોઇન્ટ ઘટીને ૧૬૯૮૯ ઉપર ટ્રેડ કરે છે. ફાર્મા સિવાય તમામ સેકટરના શેર તૂટયા છે.

આજે શેરબજારમાં ભૂકંપ આવતા રોકાણકારોના ૬.પ૦ લાખ કરોડની મુડીનું ધોવાણ થઇ ગયું છે. અત્રે નોંધનીય છે કે આફ્રિકામાં મળી આવેલા નવા વેરીએન્ટને પગલે સમગ્ર વિશ્વમાં ચિંતાની લહેર છે. આ વાયરસ ઉપર વેકસીનની પણ અસર થતી નથી.

ટીસીએસ ૩૪૭૪, યુનીકેમ ર૩૮, આર સીસ્ટમ્સ ૩ર૧, મેજેસ્કો ર૧ર, સોલાર ૧૧૯૦, જયપ્રકાશ ૧૧.૪૭, સીપલા ૯૬૪, હિન્દુ કન્સ્ટ્રકશન ૧૧, એસબીઆઇ ૪૭૦, ટાટા સ્ટીલ ૧૧ર૧, મારૂતી ૭ર૩૧, મહિન્દ્રા ૮૪૭, ઇન્ડસ બેંક ૯૧ર, સેન્ચુરી ૮૧૩, હીકલ ૪૯પ, નેશનલ એલ્યુમીનીયમ ૮૯, ઇન્ડીગો ૧૯૦૭, આઇનોકસ ૩૭૮, ફોનીકસ ૯પ૯, બંધન બેંક ર૮૭, ઇન્ડીયન હોટલ્સ ૧૮૬ ઉપર છે.

 એક અહેવાલ અનુસાર સેન્સેકસ ૧૪૮૮ પોઇન્ટ તૂટતા રોકાણકારોની સંપત્તી રૂ. ૪.૪૮ ટ્રીલીયન ધોવાઇ ગઇ હતી. માર્કેટ કેપીટાલાઇઝેશન રૂ. ર૬૧૧૮૭૩૦.૫૭ થયું હતું અને તે ૪૪૮રર૩.૩૧ કરોડ તૂટયું હતું.

સેન્સેકસ-નીફટી ઉચ્ચત્તમ સપાટીથી ૮ ટકા તૂટ્યાઃ અત્યાર સુધીમાં રોકાણકારો ૧૪ લાખ કરોડ ધોવાયા

મુંબઇઃ ૧૯ ઓકટોબરના રોજ સેન્સેકસ ૬૨૨૪૫ અને નીફટી ૧૮૬૦૪ હતી, તે પછી બંને ૮-૮ ટકા તૂટ્યા છે અને રોકાણકારોના રૂ. ૧૪ લાખ કરોડ ડૂબી ગયા છેઃ ૧૯ ઓકટોબરના રોજ બેએસઇનું માર્કેટ કેપ રૂ.૨૭૪૬૯૬૦૬.૯૩ કરોડ હતું જે આજે ઘટીને રૂ.૨૬૦૮૧૪૩૩.૯૭ કરોડ થઇ ગયુ છે

(3:22 pm IST)