મુખ્ય સમાચાર
News of Friday, 26th November 2021

બિહાર સૌથી ગરીબ રાજ્ય : ગુજરાત દેશમાં ૧૩માં ક્રમે

નીતિ આયોગ દ્વારા રીપોર્ટ જારી : બિહારમાં ૫૧.૯૧ ટકા લોકો ગરીબ છે : બીજા ક્રમે ઝારખંડ : કેરળમાં સ્થિતિ સૌથી સારી : ગુજરાતમાં ૧૮.૬૦ કા લોકો ગરીબ : સૌથી વધુ ગરીબો ડાંગ જિલ્લામાં : અમદાવાદ જિલ્લામાં ગરીબીનું પ્રમાણ ઓછું

નવી દિલ્હી તા. ૨૬ : દેશના સૌ પ્રથમ મલ્ટીડાયમેન્શન પ્રોવર્ટી ઇન્ડેક્ષને નીતિ આયોગે જારી કરેલ છે. જે અંતર્ગત બિહાર દેશનું સૌથી ગરીબ રાજ્ય છે. ત્યાંની ૫૧.૯૧ ટકા વસ્તી ગરીબ છે. બિહાર બાદ ઝારખંડ જે ત્યાં ૪૨.૧૬ ટકા લોકો ગરીબ છે. ત્રીજા ક્રમે યુપી છે ત્યાં ૩૭.૭૯ ટકા વસ્તી ગરીબ છે. ચોથા ક્રમે મ.પ્રદેશ છે ત્યાં ૩૬.૬૫ ટકા વસ્તી ગરીબ છે. કેરળ આ મામલે સૌથી સારૃ છે ત્યાં માત્ર ૦.૭૧ ટકા લોકો જ ગરીબ છે. જ્યારે ગુજરાતમાં ૧૮ ટકા લોકો ગરીબ છે. સૌથી વધુ ડાંગમાં છે.

નીતિ આયોગે નેશનલ મલ્ટીડાયમેન્શન પોવર્ટી ઇન્ડેકસ (MPI) એટલે કે રાષ્ટ્રીય બહુપરિમાણીય ગરીબી સૂચકાંક જાહેર કર્યો છે જે મુજબ ગુજરાતમાં કુલ વસ્તીના ૧૮.૬૦ ટકા એટલે કે ૧.૧૨ કરોડ લોકો ગરીબ છે. મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક તથા જમ્મુ-કાશ્મીર જેવાં રાજયો કરતાં પણ ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ વધારે છે. નીતિ આયોગના ઇન્ડેકસ મુજબ બિહાર દેશમાં સૌથી ગરીબ રાજય છે જયાં કુલ ૫૧.૯૧ ટકા વસ્તી ગરીબ છે. બીજા ક્રમે ઝારખંડ છે જયાં ૪૧.૧૬ ટકા લોકો ગરીબ છે. ગુજરાતમાં સૌથી વધુ ગરીબી ડાંગ જિલ્લામાં છે.

બીજા ક્રમે દાહોદ છે. જયારે અમદાવાદ જિલ્લામાં સૌથી ઓછી ગરીબી છે. આ ઇન્ડેકસ તૈયાર કરવા માટે લોકોના આરોગ્ય, શિક્ષણ અને જીવન ધોરણના સ્તરનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. આ સૂચકાંક પ્રમાણે ગુજરાત ૧૩માં સ્થાને છે જયારે બિહાર દેશનું સૌથી ગરીબ રાજય છે જયાં ૫૧.૯૧% વસ્તી ગરીબ છે. બીજા સ્થાને ઝારખંડ ૪૨.૧૬ ટકા, ત્રીજા સ્થાને ઉત્ત્।ર પ્રદેશ ૩૭.૭૯ ટકા, ચોથા સ્થાને મધ્ય પ્રદેશ ૩૬.૬૫ ટકા, પાંચમા સ્થાને મેઘાલય જયાં ૩૨.૬૭ ટકા લોકો ગરીબ છે.

રાજયમાં ૧૪.૭૭ ટકા એટલે કે ૮૯.૧૮ લાખ એવા પરિવાર હતા જયાં ગર્ભવતી મહિલાઓએ એકવાર પણ જાહેર આરોગ્ય કેન્દ્ર ખાતે ઉપચાર કે રસી નથી લીધી. ૪૧.૩૭ ટકા એટલે કે ૨.૪૯ કરોડ પરિવાર એવા છે જેમને પોષણક્ષમ ખોરાક પણ ઉપલબ્ધ નથી. છેલ્લા પાંચ વર્ષમાં રાજયની કુલ વસ્તીના ૨.૨૧ ટકા લોકો એવા હતા જેમના મૃત્યુ ૧૮ વર્ષથી ઓછી ઉંમરમાં થયા હતા.

ગુજરાત દેશનું સૌથી સમૃદ્ઘ રાજયમાં એક ગણાય છે તેમ છતાં અહી કુલ વસ્તીની ત્રીજા ભાગની વસ્તી ગરીબી રેખા નીચે જીવન જીવી રહી છે. ગુજરાત વિકાસ મોડલ નામનો તો તમે ખૂબ સાંભળ્યુ હશે પણ કેટલો વિકાસ થયો છે તે આ આ આંકડાઓ કઇંક હદ સુધી બતાવે છે. રાજયમાં ગરીબીનું પ્રમાણ જમ્મુ-કાશ્મીર, તમિલનાડુ, કર્ણાટક તથા મહારાષ્ટ્ર જેવાં રાજયો કરતાં પણ વધારે છે. નીતિ આયોગનાં ઇન્ડેકસ મુજબ બિહાર દેશમાં સૌથી ગરીબ રાજય છે જયાં કુલ ૫૧.૯૧ ટકા વસ્તી ગરીબ છે. બીજા ક્રમે ઝારખંડ છે જયાં ૪૧.૧૬ ટકા લોકો ગરીબ છે. વળી રાજયમાં ૧૮.૬૦ ટકા લોકો ગરીબી હોવાનુ કારણ છે. ગુજરાતમાં સૌથી વધુ ગરીબી ડાંગ જિલ્લામાં છે. આ ઇન્ડેકસ મુજબ રાજયમાં ૨.૪૯ કરોડ લોકો પૌષ્ટિક આહારથી વંચિત છે. છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં વધુ ૬,૦૫૧ પરિવારોનો BPL પરિવારમાં ઉમેરો થયો છે.

નીતિ આયોગ દ્વારા રાષ્ટ્રીય બહુપરિમાણીય ગરીબી સૂચકઆંક જાહેર કરવામાં આવ્યો છે. જેમા ગુજરાતનો રિપોર્ટ ખરેખરમાં ચોંકાવનારો છે. નીતિ આયોગના મતે ગુજરાતમાં ૧૮% લોકો હજુ પણ ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે. એટલે કે રાજયમાં કુલ ૧.૧૨ કોરોડ લોકો ગીરીબીમાં પોતાનું જીવન કાઢી  રહ્યા છે.

સર્વે પ્રમાણે જોવા જઈએ તો ગુજરાતમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ, અને જમ્મુ કાશ્મીર કરતા પણ વધારે ગરીબીનું પ્રમાણ છે. જેમા ડાંગ, દાહોદ, પંચમહાલ અને નર્મદા જિલ્લામાં સૌથી વધુ ગરીબી છે. જોકે આપને ગુજરાતના અમદાવાદ જિલ્લામાં ગરીબીનું પ્રમાણ સૌથી ઓછું છે.

ગુજરાતમાં ૨.૧૧ કરોડો લોકોને ત્યા તો રસોઈ માટે ઈંધણ કે લાકડા પણ નથી સાથેજ સાંભળીને આપને નવાઈ લાગશે કે ગુજરાતના ૧.૫૬ કરોડ લોકો પાસે શૌચાલય પણ નથી. ઉપરાંત ૩૨.૬૦ લાખ લોકોને પીવાના પાણી માટે પણ રઝળવું પડે છે. ૨.૪૯ કરોડ પરિવાર એવા છે જેમને પોષણક્ષમ ખોરાક નથી મળતો.

છેલ્લા ૫ વર્ષની જો વાત કરવામાં આવે તો ૨.૨૧ ટકા લોકો એવા હતા જેમના મૃત્યુ ૧૮ વર્ષથી ઓછી ઉંમરે થયા હતા. ઉપરાંત ૩૧.૩૯ લાખ લોકો એવા છે એક વાર પણ શાળાએ પણ  નથી ગયા.

ઉલ્લેખનીય છે કે નીતિ આોગના રિપોર્ટ અનુસાર ભારતનું સૌથી ગરીબ રાજય બિહાર છે. જયારે તેના પછી ઝારખંડ આવે છે. બિહારમાં કુલ ૫૧.૨૯ ટકા લોકો ગરીબ છે કે એટલે કે બિહારની અડધા કરતા પણ વધારે વસ્તી ગરીબી રેખા નીચે જીવી રહી છે. જયારે ઝારખંડમાં ૪૧.૨૬ ટકા લોકો ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે ખરેખરમાં મૌોટો આંકડો છે.(૨૧.૭)

ગુજરાતમાં કેટલો વિકાસ? નીતિ આયોગના ૨૦૧૯-૨૦ના આંકડા

૩૧.૩૯ લાખ લોકો એવા જે ૯ પાસ હોવા જોઈએ એ વયે એકપણવાર સ્કૂલ ગયા નથી.

૨.૧૧ કરોડ એવા જેમને ત્યાં રસોઈ કરવા ઇંધણ, લાકડા કે કોલસો પણ નથી.

૧.૫૬ કરોડ લોકો પાસે પોતાનું શૌચાલય નથી, જાહેર શૌચાલય વાપરે છે.

૩૨.૬૦ લાખ લોકો જેમને પીવાના પાણી માટે ૩૦ મિનિટ ચાલવું પડે છે.

૧૬.૯૦ લાખ લોકો પાસે વીજળીની વ્યવસ્થા નથી.

(10:24 am IST)