મુખ્ય સમાચાર
News of Friday, 26th November 2021

કોરોના મહામારીના પગલે નર્સોની ભારે અછત

નવી દિલ્હી,તા. ૨૬: કોરોના મહામારીના પગલે સિંગાપોરની હોસ્પિટલો અને કિલનિકસમાં નર્સોની ભારે અછત સર્જાઈ છે. પરિણામે એક ખાનગી હોસ્પિટલ ગ્રુપે અનુભવી નર્સોની ભરતીમાં મદદ કરનારા કર્મચારીઓને ૧૨,૦૦૦ સિંગાપોર ડોલર્સ (૮,૭૬૦ યુએસ ડોલર)ની 'ફાઈન્ડર ફી'ની પણ ઓફર કરી છે. હોસ્પિટલમાં જોડાયેલી ફ્રેશ ગ્રેજયુએટ નર્સ પણ પરિચયકર્તા લાવીને ૩,૬૦૦ સિંગાપોર ડોલરનો આકસ્મિક લાભ મેળવી શકે છે.

કોરોના મહામારીના કારણે નર્સોની ભારે અછત સર્જાઈ છે. સમગ્ર વિશ્વમાં આ સ્થિતિ છે. જોકે, વિદેશી નર્સોને સિંગાપોરમાં વધુ સારું ભવિષ્ય દેખાતું ન હોવાથી તેઓ કેનેડા જેવા દેશોમાં પર્મનન્ટ રેસિડન્સી અને વધુ સારી નોકરીની તક માટે દેશ છોડી રહી છે. સિંગાપોરમાં બે દાયકામાં સૌપ્રથમ વખત ગયા વર્ષે નર્સોની અછત સર્જાઈ હતી. આ વર્ષે સ્થિતિ વધુ ખરાબ થઈ છે. સ્વાસ્થ્ય ક્ષેત્રે વિદેશી કર્મચારીઓ વધુ સંખ્યામાં રાજીનામાં આપી રહ્યા છે.

(9:53 am IST)