મુખ્ય સમાચાર
News of Thursday, 25th November 2021

કપડાં ધોવા અને ન્હાવું બનશે મોંઘું:હવે વ્હીલ, રિન અને લક્સ જેવા સાબુ અને સર્ફ સહિતના ભાવમાં થયો વધારો

નવી દિલ્હી : હવે તમારા માટે સાબુ અને ડિટરજન્ટ ખરીદવું મોંઘું થઈ ગયું છે. HUL અને ITCએ સાબુ અને ડિટર્જન્ટના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. વ્હીલ ડિટર્જન્ટ પાવડર, રિન્સ બાર અને લક્સ સાબુની કિંમતો 3.4માં ટકાથી વધારીને 21.7 ટકા વધારો કરવામાં આવ્યો છે. જ્યારે ITCએ ફિયામા સાબુની કિંમતમાં 10 ટકા, વિવેલમાં 9 ટકા અને એન્ગેજ ડિઓડરન્ટની કિંમતમાં 7.6 ટકાનો વધારો કર્યો છે.

 

રિપોર્ટ અનુસાર, દેશની બે સૌથી મોટી ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ (FMCG) કંપનીઓએ કિંમતોમાં વધારા પાછળનું કારણ ઇનપુટ કોસ્ટમાં વધારો દર્શાવ્યો છે. HULએ વ્હીલ ડિટર્જન્ટના 1 કિલો પેકની કિંમતમાં 3.4 ટકાનો વધારો કર્યો છે. આનાથી તે 2 રૂપિયા મોંઘું થશે. કંપનીએ 500 ગ્રામના વ્હીલ પાવડરના પેકની કિંમતમાં બે રૂપિયાનો વધારો કર્યો છે. તેની કિંમત 28 રૂપિયાથી વધીને હવે 30 રૂપિયા થઈ ગઈ છે.

 

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે HULએ રિન બારના 250 ગ્રામ પેકની કિંમતમાં 5.8 ટકાનો વધારો કર્યો છે. FMCG જાયન્ટે લક્સ સાબુના 100 ગ્રામ મલ્ટિપેકની કિંમતમાં 21.7 ટકા અથવા 25 રૂપિયાનો વધારો કર્યો છે.

બીજી તરફ, ITCએ ફિયામા સાબુના 100 ગ્રામ પેકના ભાવમાં 10 ટકાનો વધારો કર્યો છે. તે જ સમયે, કંપનીએ વિવેલ સાબુના 100 ગ્રામ પેકની કિંમતમાં નવ ટકાનો વધારો કર્યો છે. રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે કંપનીએ Engage ડિઓડરન્ટની 150ml બોટલની કિંમતમાં 7.6 ટકા અને Engage પરફ્યુમની 120ml બોટલની કિંમતમાં 7.1 ટકાનો વધારો કર્યો છે

(9:16 pm IST)