મુખ્ય સમાચાર
News of Thursday, 25th November 2021

પાકિસ્તાનનું દેવું ૫૦ લાખ કરોડ રૂપિયાને પાર પહોંચ્યું

પાકિસ્તાન દેવાનાં કાદવમાં વધુ ખૂંપી ગયું : પાકિસ્તાનના દેવામાં છેલ્લા ૩૯ મહિનામાં જ ૨૦ લાખ કરોડ રુપિયાનો વધારો, દરેક પર હવે ૨.૩૫ લાખ દેવું છે

નવી દિલ્હી, તા.૨૫ : દેવાના દળદળમાં પાકિસ્તાન વધારે ને વધારે ઉંડુ ઉતરી રહ્યુ છે. તાજેતરમાં પાક પીએમ ઈમરાનખાને કબૂલાત કરી હતી કે, સરકાર પાસે દેશ ચલાવવા પૈસા નથી.હવે પાકિસ્તાન સરકારે દેશ પરના દેવાના લેટેસ્ટ આંકડા જાહેર કર્યા છે અને તે પ્રમાણે પાકિસ્તાનનુ કુલ દેવુ ૫૦ લાખ કરોડ રુપિયાને પાર થઈ ગયુ છે.જેમાંથી ૨૦ લાખ કરોડ રુપિયા તો પાક સરકારે લીધેલી લોન છે. પાકિસ્તાનના દેવામાં છેલ્લા ૩૯ મહિનામાં ૨૦ લાખ કરોડ રુપિયાનો વધારો થયો છે.દરેક પાકિસ્તાની પર હવે .૩૫ લાખ રુપિયા દેવુ છે.૨૦૧૮માં રકમ .૪૪ લાખ રુપિયા હતી.પાકિસ્તાનમાં ઈમરાન ખાન સરકાર પણ અગાઉની સરકારોની જેમ લોન પર આધાર રાખીને દેશ ચલાવી રહી છે. જાણકારોનુ કહેવુ છે કે, પાકિસ્તાન પર એટલુ દેવુ હવે છે કે, આખો દેશ વેચી દેવામાં આવે તો પણ દેવાની રકમ ભરપાઈ થઈ શકે તેમ નથી. ઈમરાનખાન સરકારે ફેબ્રુઆરી ૨૦૧૯માં દેવુ ઘટાડીને ૨૦ લાખ કરોડ કરવા માટે જાહેરાત કરી હતી પણ ઉલટાનુ દેવાની રકમમાં વધારો થઈ રહ્યો છે.

(7:27 pm IST)