મુખ્ય સમાચાર
News of Thursday, 25th November 2021

ફેસબુક, ટ્વિટર કરતા યૂટ્યૂબ ભારતીયોની પહેલી પસંદ

યુટયુબ યુઝરમાં ૨૧.૨ ટકાનો વધારો, ૪૪.૮ કરોડે પહોંચી

નવી દિલ્હીઃ ભારતીયોને યૂટ્યૂબ વધુ પસંદ આવી રહ્યું છે. આ જ કારણે ગત એક વર્ષમાં દેશમાં યૂટ્યૂબના યૂઝર ૨૧.૨ ટકા વધ્યા છે. જે સમગ્ર વિશ્વમાં સૌથી વધુ છે. ભારતમાં યૂટ્યૂબના યૂઝર્સની સંખ્યા ૪૪.૮ કરોડ થઈ ગઈ છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ફ્લુએંસર માર્કેટિંગ ઈન ઈન્ડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, ગત વર્ષે ફેસબુક અને ટ્વિટરના યૂઝર્સ સૌથી વધુ વધ્યા છે. રિપોર્ટ અનુસાર, સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર યૂઝર્સ અને વ્યૂઅરશીપ વધારવાની પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યો છે. યૂઝર્સ અને વ્યૂઅરશિપ વધારવામાં હવે  નેનો-ઈન્ફ્લુએંસર્સની સૌથી મોટી ભૂમિકા છે. જે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મની કમાણી વધારી રહ્યા છે.

(3:34 pm IST)