મુખ્ય સમાચાર
News of Thursday, 25th November 2021

સાદા કપડામાં આવેલા પોલીસની સત્તા અંગે સવાલ ઉઠાવી શકાય છે : સવાલ પૂછનાર વ્યક્તિ ઉપર ફરજમાં અવરોધનો આરોપ લગાવી શકાય નહીં : કેરળ હાઈકોર્ટનો ચુકાદો

કેરળ : સાદા કપડામાં આવેલા પોલીસની સત્તા અંગે સવાલ ઉઠાવી શકાય છે.  સવાલ પૂછનાર વ્યક્તિ ઉપર ફરજમાં અવરોધનો આરોપ લગાવી શકાય નહીં . પોલીસકર્મીને યુનિફોર્મમાં જોઈને નાગરિકને તરત જ ખબર પડે છે કે તે એક પોલીસ માણસ છે જે લોકોની સુરક્ષા કરવા સાથે ગુનાઓ રોકવા માટે જવાબદાર છે.

જો ફરજ પરના પોલીસ અધિકારીએ તેનો યુનિફોર્મ પહેર્યો ન હોય, તો જે વ્યક્તિઓ ઉપરોક્ત અધિકારીની સત્તા પર સવાલ ઉઠાવે છે તેમની સામે અવરોધ માટે કેસ કરી શકાશે નહીં, તેવો કેરળ હાઈકોર્ટે તાજેતરમાં ચુકાદો આપ્યો છે. (અવિનાશ વિ કેરળ રાજ્ય).તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(1:42 pm IST)