મુખ્ય સમાચાર
News of Thursday, 25th November 2021

હોલીવુડનો સૌથી મોટો સ્ટાર વધુ પડતા sexને કારણે પડ્યો બીમાર ! રોજ નવી મહિલાઓ સાથે માણતો હતો મજા!

ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ બાદ સેકસના રવાડે ચઢ્યો સ્ટાર

નવી દિલ્હી,તા.૨૫: હોલીવુડ સુપરસ્ટાર વિલ સ્મિથના જીવન વિશે તેના ફેન્સ ઘણું બધું જાણે છે. પરંતુ તેના જીવન સાથે જોડાયેલી ઘણી એવી વાતો છે જે આજ સુધી લોકો નથી જાણતા. તાજેતરમાં, વિલ સ્મિથની બાયોગ્રાફી બુક રિલીઝ થઈ છે, જેના પછી વિલ સતત હેડલાઈન્સમાં છે. વિલે પોતાના પુસ્તકમાં દાવો કર્યો છે કે ગર્લફ્રેન્ડ સાથેના બ્રેકઅપ બાદ તેણે ઘણી છોકરીઓ સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા.

અભિનેતાએ તેના પુસ્તકમાં જણાવ્યું હતું કે તેની ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ થયા બાદ તેના એટલી બધી મહિલાઓ સાથે સંબંધો હતા કે તે બીમાર પડી ગયો હતો. વિલ સ્મિથનું આ પુસ્તક આ મહિનાની શરૂઆતમાં બહાર પાડવામાં આવ્યું હતું. આમાં તેમણે તેમના જીવનના અનુભવો અને અત્યાર સુધીના તેમના અનુભવો શેર કર્યા છે.

વિલ સ્મિથે જણાવ્યું કે જે છોકરી સાથે તેનું બ્રેકઅપ થયું તે માત્ર ૧૬ વર્ષની હતી. વિલ સ્મિથે કહ્યું, 'મારા માટે બ્રેકઅપ અસહ્ય બની ગયું હતું. તે પછી મેં ઘણી બધી સ્ત્રીઓ સાથે ઈન્ટિમેટ થવાનું શરૂ કર્યું. અભિનેતાએ આમ કરવાનું કારણ પણ જણાવ્યું. તેણે કહ્યું કે મને રાહત જોઈતી હતી કારણ કે હાર્ટબ્રેકની કોઈ દવા નથી.

વિલ સ્મિથે કહ્યું કે તે છોકરી પરથી તેનું ધ્યાન હટાવવા અને ડિપ્રેશનથી બચવા માટે તેણે ઘણી બધી શોપિંગ કરવાનો અને બધી છોકરીઓ સાથે સંબંધ બાંધવાનો આશરો લીધો. વિલ સ્મિથે કહ્યું કે જયારે રિલેશનશિપમાં હતો ત્યારે તે માત્ર એક જ છોકરી સાથે શારીરિક સંબંધ બાંધતો હતો, પરંતુ બ્રેકઅપ બાદ તેણે ઘણી યુવતીઓ સાથે સંબંધો બનાવવાનું શરૂ કર્યું હતું, તેથી તેની તબિયત બગડી ગઈ હતી.

(10:00 am IST)