મુખ્ય સમાચાર
News of Thursday, 25th November 2021

મેઘાલય કોંગ્રેસમાં મોટો ભૂકંપ :પૂર્વ મુખ્યમંત્રી સંગમાં સહીત 12 ધારાસભ્યો TMCમાં જોડાયા

મેઘાલયમાં પણ TMCની રાજ્કીય સર્જિકલ સ્ટ્રાઇક કરી: કોંગ્રેસના 18માંથી 12 ધારાસભ્યોએ પાર્ટી છોડી

નવી દિલ્હી : દેશમાં મમતા બેનર્જીનો દબદબો વધી રહ્યો છે દિલ્હીમાં અત્યારે દીદી અનેક નેતાઓને મળ્યા હતા અને અનેક દિગ્ગજ નેતાઓને ટીએમસીમાં સામેલ કરાવ્યા હતા અને હાલ અનેક રાજ્કીય નેતાઓ ટીએમસીમાં સામેલ થઇ રહ્યા છે , મેઘાલયમાં પણ TMCની રાજ્કીય સર્જિકલ સ્ટ્રાઇક કરી છે, કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી TMC પાર્ટીમાં જોડાયા હતાં.

મેઘાલયના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના દિગ્ગજ નેતા મુકુલ સંગમાએ બુધવારે 12 અન્ય ધારાસભ્યો સાથે તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં જોડાવા માટે જૂની પાર્ટી છોડી દીધી હોવાના અહેવાલ છે.સંગમાએ 12 ધારાસભ્યો સાથે મેઘાલય વિધાનસભાના અધ્યક્ષને પત્ર લખીને કહ્યું છે કે તેઓ અન્ય જૂથ બનાવી રહ્યા છે અને TMCને સમર્થન આપી રહ્યા છે.

મેઘાલયમાં તૃણમુલ કોંગ્રેસ મુખ્ય વિપક્ષી પાર્ટી છે હાલમાં અનેક નેતાઓ પક્ષ પલટું કરી રહ્યા છે. આ સાથે ધારાસભ્યો પર પક્ષાંતરનો કાયદો લાગુ નહી પડે. હાલ મમતા બેનર્જીને વિપક્ષના ચહેરા તરીકે રાજ્કીય નેતાઓ જોઇ રહ્યા છે. જેના લીધે ઘણા બધા રાજકીય નેતાઓ પાર્ટીમાં સામેલ થઇ રહ્યા છે. હવે ટીએમસી પાર્ટી બંગાળ પુરતી સીમિત નથી હવે તે જુદાં જુદાં રાજ્યોમાં ચૂંટણી લડવાની પણ જાહેરાત કરી છે. ગોવાની આગામી વિધાનસભાની તમામ બેઠક પરથી ટીએમસી લડશે.

(9:35 am IST)