મુખ્ય સમાચાર
News of Thursday, 26th November 2020

પંજાબ-હરિયાણા બાદ યુપીના ખેડૂતો મેદાને ઉતર્યા : દરેક નેશનલ હાઈવે કરશે ચક્કાજામ

ઈસ્ટર્ન પેરિફેરલ હાઈવે જામ કરવા માટે નોઈડાના બીકેયૂ કાર્યકર્તાઓએ સમગ્ર રણનીતિ બનાવી બીકેયૂ કાર્યકર્તા ઈસ્ટર્ન પેરિફેરલ હાઈવે કરશે, બીજી ટીમ હરિયાણા તરફના હાઈવેને જામ કરશે

નવી દિલ્હી : કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાના વિરોધમાં પંજાબ, હરિયાણા સહિત કેટલાય રાજ્યોના ખેડૂતો ગુરૂવારે દિલ્હી કૂચ કરી આવ્યા હતા. પંજાબ-હરિયાણા બોર્ડર પર પોલીસ અને ખેડૂતો વચ્ચે ભારે ઘર્ષણ પણ થયુ હતું. દિલ્હીથી અડીને આવેલા યુપી અને હરિયાણા બોર્ડર પર પોલીસે કડકાઈ બતાવી હતી અને સુરક્ષા વ્યવસ્થા કડક રાખી હતી. દિલ્હીથી નોઈડા આવતી મેટ્રો પણ બંધ રાખવામાં આવી હતી. ત્યારે આ તમામની વચ્ચે ભારતીય કિસાન યૂનિયને યુપી તરફથી દિલ્હી જતા તમામ રાષ્ટ્રીય રાજમાર્ગોને જામ કરવાનું એલાન કર્યુ છે. શુક્રવારે ઈસ્ટર્ન પેરિફેરલ હાઈવે જામ કરવા માટે નોઈડાના બીકેયૂ કાર્યકર્તાઓએ સમગ્ર રણનીતિ બનાવી છે.

   ગૌતમબુદ્ધ નગર જિલ્લા અધ્યક્ષ અનિત કસાના અને મીડિયાના પ્રભારી સુનિલ નાગરે જણાવ્યુ હતું કે, શુક્રવારે યુપીના હાઈવે જામ કરવામા આવશે. ઈસ્ટર્ન પેરિફેરલ હાઈવે પર વાહનોની અવરજવર સમગ્રપણે બંધ કરી દેવામાં આવી હતી. સિરસા ગામની પાસે બીકેયૂ કાર્યકર્તા ઈસ્ટર્ન પેરિફેરલ હાઈવે કરશે, જ્યારે બીજી ટીમ હરિયાણા તરફના હાઈવેને જામ કરશે. ત્યારે આવા સમયે હાઈવે તરફથી પસાર થઈ રહેલા લોકોને આ જામનો સામનો કરી પડી શકે છે. હકીકતમાં જોઈએતો, આ હાઈવે દિલ્હીના ટ્રાફિક જામને હળવો કરવા માટે બનાવવામાં આવ્યો હતો. હરિયાણાથી કુંડલીથી યુપી થઈને પલવલ જતો આ હાઈવેનો ઉપયોગ કેટલાય રાજ્યોના લોકો કરે છે.

(11:59 pm IST)