મુખ્ય સમાચાર
News of Thursday, 26th November 2020

હવે ખાદ્યતેલો સસ્તા થવાની આશા :સરકારે ક્રૂડ પામતેલની આયાત જકાતમાં ઘટાડો કર્યો

ક્રૂડ પામતેલની આયાત જકાત 10 ટકા ઘટાડીને 27.5 ટકા કરાઈ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે મોંઘવારીથી પરેશાન લોકોને રાહત આપવા માટે એક મોટો નિર્ણય લીધો છે. જેમાં દેશમાં આયાત કરવામાં આવતા ક્રૂડ પામતેલની જકાત 10 ટકા ઘટાડી છે. આજે કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ ક્રૂડ પામતેલની આયાત જે અત્યાર સુધી 37.5 ટકા હતી જે હવે 10 ટકા ઘટાડીને 27.5 ટકા કરવામાં આવી છે.

 અત્રે ઉલ્લેખનિય છે કે, ભારત સમગ્ર દુનિયામાં ખાદ્યતેલોનો સૌથી મોટો આયાતકાર દેશ છે. ભારત વર્ષેદહાડે ઇન્ડોનેશિયા અને મલેશિયાથી અંદાજ 90 લાખ ટન પામતેલની આયાત કરે છે. ભારતમાં દર વર્ષે લગભગ 150થી 160 લાખ ટન ખાદ્યતેલનો વપરાશ થાય છે. પોતાની ખાદ્યતેલની 70 જરૂરિયાત મારફતે સંતોષે છે.

, વૈશ્વિક બજારમાં વૃદ્ધિ અને આયાત ઘટાડને પરિણામે દેશમાં છેલ્લા કેટલાંક મહિનાઓમાં તમામ પ્રકારના ખાદ્યતેલોના ભાવમાં તોતિંગ ઉછાળો આવ્યો છે. જેના પગલે લોકોને આર્થિક મંદી વચ્ચે નાછુટક મોંઘુ ખાદ્યતેલ ખરીદવુ પડી રહ્યુ છે.

કેન્દ્ર સરકારે માત્ર ક્રૂડ પામતેલની જ આયાત જકાતમાં ઘટાડો કર્યો છે અને બાકીના ખાદ્યતેલોના ભાવ સ્થિર રાખ્યા છે. જેમાં ક્રૂડ સોયા તેલ, ક્રૂડ કનોલા કે સરસવ તેલ અને ક્રૂડ સનફ્લાવર તેલ પર 35 ટકા આયાત જકાત લાગુ થશે અને રિફાઇન્ડ પામતેલ પર 45 ટકા આયાત જકાત લાગુ રહેશે છે.

(10:24 pm IST)