મુખ્ય સમાચાર
News of Thursday, 26th November 2020

ઓસ્કરની રેસમાં આ વખતે ભારત તરફથી મલયાલમ ફિલ્મ ‘જલીકટ્ટ’ની એન્ટ્રીઃ આ અગાઉ ભારત તથા વિદેશના એવોર્ડ મળી ચૂકયા છે

નવી દિલ્હી: દર વર્ષે ઓસ્કરમાં  ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ અથવા વિદેશી ભાષાની ફિલ્મ કેટેગરી માટે અલગ-અલગ દેશોમાંથી ફિલ્મો મોકલવામાં આવે છે. ભારતમાંથી પણ એક ફિલ્મ મોકલવામાં આવે છે અને વર્ષે ભારત તરફથી મલયાલમ ફિલ્મ 'જલીકટ્ટૂ' કેટેગરીમાં ઓફિશયલ એન્ટ્રી છે. ઓસ્કરમાં જતાં પહેલાં ફિલ્મ ભારતી અને વિદેશી એવોર્ડ જીતી ચૂકી છે

કલન વર્કી એક કસાઇ છે જે ભેંસોને કાપે છે. આખુ ગામ તેના કાપેલા માંસ પર નિર્ભર છે. ત્યારે ત્યાંથી એક ઉત્પાતી ભેંસ ભાગી જાય છે અને પછી તેને પકડવા માટે આખુ ગામ લાગી જાય છે. ફિલ્મમાં તેની સાથે ઘણી સાઇડ સ્ટોરી પણ ચાલે છે જેમાં ગામની ગરીબી, સાક્ષરતા, બેરોજગારી જેવી સમસ્યાઓને ઉઠાવવામાં આવી છે. ફિલ્મમાં એંટોની વર્ગીઝ, ચેંબન વિનોદ જોસ, સૈંથી બાલાચંદ્રન જેવા કલાકારોએ મુખ્ય ભૂમિકા ભજવી છે

(5:26 pm IST)