મુખ્ય સમાચાર
News of Thursday, 26th November 2020

ઝાયડસ કેડીલા ખાતે કોરોના વેકસીનની ફેસીલીટી જોવા શનિવારે અમદાવાદ આવી રહેલા નરેન્દ્રભાઇ

કોરોના વેક્સીન તૈયાર કે અંતિમ તબક્કામાં? અકિલા અને ન્યુઝ ફર્સ્ટના ગઈકાલના ઍક્સકલુઝીવ અહેવાલે દેશભરમાં તહેલકો મચાવ્યો

ગઇકાલે અકિલાએ જણાવ્યું હતું કે ગુજરાતમાંથી દેશને ખુબ મોટા સમાચાર મળશે દરમિયાન આજે ફરીથી 'ન્યુઝફસ્ટે' જણાવ્યું છે કે ઝાયડસ કેડીલાની કોરોના વેકસીન અંગેની સવલતો અને તૈયારી જોવા માટે નરેન્દ્રભાઇ મોદી શનિવારે તા.ર૮ નવેમ્બરે સવારના અમદાવાદ આવી રહ્યા છે. એવું મનાય છે કે ઝાયડસ કેડીલા કોરોના વેકસીન બનાવી રહેલ છે તે અંતિમ તબકકામાં અથવા તૈયાર થઇ ગયેલ છે. નરેન્દ્રભાઇ જાતે આ ફેસીલીટી જોવા આવી રહયા છે ત્યારે કોરોના વેકસીન અંગે ખુબ જ ઉત્કંઠા સર્જાય છે.

(4:02 pm IST)