મુખ્ય સમાચાર
News of Thursday, 26th November 2020

'વર્ક ફ્રોમ હોમ' કંપની અને કર્મચારી બંને માટે ફાયદામાં

કોરોના બાદ સરકારે નોકરી આપવામાં નિયમોમાં કર્યા ફેરફાર

રાજકોટ :કોરોના બાદ સરકારની કેટલીક નીતિઓમાં ફેરફાર થયો છે જેમાં કોરોનાના લીધે નોકરી ગુમાવતાં યુવાનોની સંખ્યા સૌથી વધુ રહી છે આ બેરોજગાર યુવાનોને ફરી કોઈ નોકરી મળી રહે તે માટે હવે કંપનીના નિયમોમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે અને નિયમોમાં કેટલીક છૂટછાટ કરવામાં આવી છે. બીપીઓ અને આઇટી આધારિત કંપનીઓના નિયમોને થોડા કુણા કરવામાં આવ્યા છે. જેથી જે લોકો ઘરે થી રહીને કામ કરતાં તે કરી શકે અથવાતો બીજે ગમે ત્યથી કામકાજ શરૂ રાખી શકે. હવે કોરોના બાદ કંપનીઓ ભૌગોલિક સીમાઓને ભૂલી ચૂકી છે દુનિયાના કોઈપણ છેડે બેસીને કર્મચારી કંપનીનું કામ કરી શકે છે તેવી વાત હવે કર્મચારી અને કંપની બંને સ્વીકારવા લાગ્યા છે.  માત્ર વિદેશી જ નહીં પરંતુ ભારતીય કંપનીઓ પણ વર્ક ફ્રોમ હોમ અને વર્ક ફ્રોમ એનીવહેર ના કોન્સેપ્ટને સ્વીકારે છે, જેનાથી ગામડાના કોઈ કર્મચારીઓ તેમના ઘરે જ રહીને કંપનીનું કામ કરી શકે છે.

નાના સેન્ટરોમાં પણ બીપીઓ ઘરે બેઠા કામ આપશે તેવી સરકારની નીતિને લીધે કંપનીઓ અને કર્મચારીઓ બંનેને ફાયદો છે, કંપનીઓને ઓફિસના ભાડા અને બિલના ચૂકવાનામાંથી રાહત મળશે અને કર્મચારીઓને ઘરે બેઠા તેમના કામનું વળતર આપી બંને રીતે જોઈએ તો વર્ક ફ્રોમ હોમ વધુ સારો ઓપ્શન કહી શકાય.

(3:28 pm IST)