મુખ્ય સમાચાર
News of Thursday, 26th November 2020

કેન્દ્ર સરકારના ત્રણેય ખેતી બિલ ખેડૂત વિરોધી : તેના પર જુલ્મ કરવો ખોટું : કેજરીવાલે કર્યા આકરા પ્રહાર

કેજરીવાલે ટ્વીટ પર લખ્યુ- . શાંતિપૂર્ણ પ્રદર્શન તેમનો બંધારણીય અધિકાર છે.

નવી દિલ્હી : દિલ્હીમાં ખેડૂતોનું પ્રદર્શન ચાલી રહ્યુ છે, કેટલીક જગ્યાએ તેમનું પ્રદર્શન ઉગ્ર પણ બની ગયુ છે. ક્યાક ખેડૂતો પર પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે તો ક્યાક ખેડૂતોએ પોલીસની બેરિકેટિંગ પણ તોડી નાખી છે. ખેડૂતોના વિરોધ પ્રદર્શન પર તમામ નેતાઓની પ્રતિક્રિયા આવી રહી છે.

  દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટવીટ કરીને કહ્યું કે કેન્દ્ર સરકારના ત્રણેય ખેતી બિલ ખેડૂત વિરોધી છે. આ બિલ પરત લેવાની જગ્યાએ ખેડૂતોને શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાથી રોકવામાં આવી રહ્યા છે, તેમની પર વોટર કેનનનો મારો ચલાવવામાં આવી રહ્યુ છે, ખેડૂતો પર આ જુર્મ ઘણો ખોટો છે. શાંતિપૂર્ણ પ્રદર્શન તેમનો બંધારણીય અધિકાર છે.

(1:52 pm IST)