મુખ્ય સમાચાર
News of Thursday, 26th November 2020

સુશીલકુમાર મોદીએ જાહેર કરાયેલ ફોન નંબર ટ્વિટરે હટાવી દીધો: નિયમના ભંગ બદલ કાર્યવાહી

રાજદના પ્રમુખ લાલુપ્રસાદ યાદવ પર ભાજપના વિધાનસભ્યને લાલચ આપવાનો આરોપ મૂક્યો હતો

નવી દિલ્હી : બિહારના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન સુશીલ કુમાર મોદીએ રાજદના પ્રમુખ લાલુપ્રસાદ યાદવ પર ભાજપના વિધાનસભ્યને લાલચ આપવાનો આરોપ મૂક્યો હતો. આ ટવીટમાં સુશીલ કુમાર મોદીએ એક નંબર જારી કર્યો હતો, હવે ટવીટર દ્વારા તેમને હટાવી દેવામાં આવ્યા છે. ટવીટરના જણાવ્યા મુજબ તેમણે આ ટવીટમાં નિયમોનો ભંગ કર્યા છે, જેના કારણે આ ટવીટને હટાવી દેવામાં આવ્યું છે.

સુશીલ કુમાર મોદી દ્વારા એક નંબર શેર કરવામાં આવ્યો હતો, આ નંબરથી રાજદના પ્રમુખ લાલુપ્રસાદ યાદવ રાંચીની જેલમાંથી ફોન કરી રહ્યા હતા અને એનડીએના વિધાનસભ્યોને લાલચ આપી રહ્યા હતા. બિહારમાં થયેલી વિધાનસભા સ્પીકર ચૂંટણીના પહેલા સુશીલ મોદીએ આ દાવો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તેમણે ફરીથી તે ફોન પર નંબર કર્યો તો તે ફોન લાલુપ્રસાદ યાદવે જ હટાવ્યો હતો.

આ સિવાય સુશીલ કુમાર મોદીએ એક વધુ ટવીટ જારી કર્યુ હતુ, તેમા તેમણે ઓડિયો જારીકર્યો હતો. સુશીલ મોદીએ ઓડિયો જારી કરતા દાવો કર્યો હતો કે લાલુપ્રસાદ યાદવે વિધાનસબ્યને સ્પીકરની ચૂંટણીમાં હટવા માટે સલાહ આપી હતી અને તેમનું સમર્થન કરવા કહ્યું હતું.

ભાજપના વિધાનસભ્ય લલ્લન પાસવાને પણ તે વાતને સમર્થન આપ્યું હતું કે તેમના પર લાલુ  પ્રસાદ યાદવનો ફોન આવ્યો હતો. જો કે રાજદએ આ દાવાને ખોટો ગણાવ્યો હતો. સુશીલ મોદીએ જે ઓડિયો જારી કર્યો હતો અને તે ટવીટ આજે પણ યથાવત છે.

બિહારમાં વિધાનસભા અધ્યક્ષપદની ચૂંટણી થઈ, જેમા એનડીએના ઉમેદવાર વિજય સિંહાની જીત થઈ હતી. તેના પહેલા સુશીલ કુમાર મોદીએ આ પ્રકારનો આરોપ લગાવીને હડકંપ મચાવી દીધો હતો. જો કે રાજદએ તેમની વાતનો વિરોધ કર્યો હતો.

(12:20 pm IST)