મુખ્ય સમાચાર
News of Thursday, 26th November 2020

પેટ્રોલ અને ડીઝલ વધુ મોંઘા : આજે પેટ્રોલમાં લિટરે 11 પૈસા અને ડીઝલમાં 22 પૈસાનો વધારો ઝીકાયો

દરરોજ વધતા ભાવથી વાહન ચાલકોને માઠીઅસર

નવી દિલ્હી : આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાની અસર સ્થાનિક બજારમાં જોવા મળી રહી છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ગુરુવારે એક દિવસ પછી ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. પેટ્રોલના ભાવમાં 11 પૈસા અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 22 પૈસાનો વધારો કરાયો છે. આ સાથે રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 81.70 રૂપિયા અને ડીઝલ 71.62 રૂપિયા પ્રતિ લિટરની સપાટીએ પહોંચી ગયું છે.

ઈન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર, અન્ય મહાનગરો મુંબઇ, ચેન્નાઈ અને કોલકાતા માં પેટ્રોલનો ભાવ ક્રમશ 88.40 રૂપિયા, 84.74 રૂપિયા અને 83.26 રૂપિયા થયો છે, જ્યારે ડીઝલનો ભાવ પણ ક્રમશ 78.12 રૂપિયા, 77.08 રૂપિયા અને 75.19 રૂપિયા પર પહોંચી ગયો છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે સિંગાપોરમાં આજે કારોબાર શરૂ થવા પર ડબલ્યુટીઆઈ ક્રૂડના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. તે 0.11 નો નજીવો વધારો કરી પ્રતિ બેરલ 45.82 ડોલર પર પહોંચી ગયો. બ્રેન્ટ ક્રૂડ પણ બેરલ દીઠ 0.75 ડોલર વધીને 48.61 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયો છે.

(11:43 am IST)