મુખ્ય સમાચાર
News of Thursday, 26th November 2020

ભાડાના ઘરમાં રહેનારા માટે આવ્યા સારા સમાચાર, સરકાર જલ્દી લાવશે આદર્શ ભાડા કાયદો

કેન્દ્રએ દરેક રાજયો અને સંઘ શાસિત પ્રદેશોને સ્ટેમ્પ શુલ્ક ઘટાડવાની સલાહ આપી છે તેનાથી આવાસને પ્રોત્સાહન આપી શકાશે

નવી દિલ્હી,તા.૨૬ : સરકાર જલ્દી જ આદર્શ ભાડા કાયદો લાવવાની તૈયારી કરી રહ્યું છે. હાઉસિંગ અને શહેરી વિસ્તારોના સચિવ દુર્ગા શંકર મિશ્રાએ કહ્યું કે તેનાથી રીયલ એસ્ટેટ વિસ્તારને વિશેષ રીતે ભાડાના દ્યરને પ્રોત્સાહન મળશે. મંત્રાલયે જુલાઈ ૨૦૧૯માં આ કાયદા માટે રજૂઆત કરી હતી.

રિયલ એસ્ટેટ કંપનીઓના સંગઠન નારેડકો દ્વારા આયોજિત વેબિનારને સંબોધિત કરતા મિશ્રાએ કહ્યું કે પ્રવાસીઓને માટે યોગ્ય ભાડાના ઘર યોજનાની પ્રગતિ ઘણી સારી છે. આ કાર્યક્રમમાં શહેરોની ઝૂંપડપટ્ટીઓને રોકી શકાય છે. સરકારે કેટલાક મહિના પહેલાં આ યોજના શરૂ કરી હતી.

મિશ્રાએ કહ્યું કે અર્થવ્યવસ્થાને અનલોક કરવા માટે કેન્દ્ર અને રાજય સરકારની તરફથી અનેક ઉપાયોને કારણે દ્યરોના વેચાણમાં સુધારો આવ્યો છે. તેઓએ કહ્યું કે મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા રાજયોની સંપત્ત્િ।ના પંજીકરણ પર સ્ટેમ્પ શુલ્ક ઘટાડ્યું છે. તેનાથી ઘરનું વેચાણ વધ્યું છે. મળતી માહિતી અનુસાર કેન્દ્રએ દરેક રાજયો અને સંધ શાસિત પ્રદેશોને સ્ટેમ્પ શુલ્ક ઘટાડવાની સલાહ આપી છે તેનાથી આવાસને પ્રોત્સાહન આપી શકાશે.

મિશ્રાએ કહ્યું કે આદર્શ ભાડા કાયદો તૈયાર છે. તેનો અનેક વિવિધ ભાષાઓમાં અનુવાદ થઈ રહ્યો છે. તેના મોટા પ્રભાવ રહેશે.પ્રસ્તાવિત આદર્શ ભાડા કાયદા પર ટિપ્પણીને લઈને સમયસીમા સમાપ્ત થઈ છે. હવે રાજયોએ તેની પર પોતાનો જવાબ આપવા કહ્યું છે.

તેઓએ કહ્યું કે ૨૦૧૧માં વસ્તી ગણતરી અનુસાર ૧.૧ કરકોડ ઘર ખાલી હતા કારણકે લોકો પોતાના ઘર ભાડે આપતાં ખચકાતા હતા. મિશ્રાએ કહ્યું કે આદર્શ ભાડા કાયદાથી અનેક મુશ્કેલીઓ દૂર થશે અને રીયલ એસ્ટેટને પ્રોત્સાહન મળશે.

(11:34 am IST)