મુખ્ય સમાચાર
News of Thursday, 26th November 2020

અહેમદભાઈ પટેલના નિધન પર મોરારિ બાપૂએ દુઃખ વ્યક્ત કર્યું:પત્ર લખી પરિવારજનોને દિલાસો પાઠવ્યો

અમે માનતા હતા કે અહેમદભાઈ ઝડપથી સ્વસ્થ થઈને રાષ્ટ્ર સેવામાં લાગી જાય પરંતુ કુદરતને જે ગમ્યું તે ખરું

અમદાવાદ : કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાસંદ અહેમદ પટેલના નિધન પર અનેક રાજકિય નેતા અને સમાજના અગ્રણીઓએ શોકાંજલિ અને શ્રદ્ધા સુમન પાઠવ્યા છે. જાણીતા કથાકાર મોરારિ બાપુએ પણ દુ:ખ વ્યક્ત કરતા અહેમદ પટેલના પરિવારજનોને શોક સંદેશ પાઠવ્યો છે.
મોરારિ બાપુએ અહેમદ પટેલને યાદ કરતા કહ્યું કે,આપના ચીર વિદાય સમાચાર સાથે દુઃખ થયું છે. અમે માનતા હતા કે અહેમદભાઈ ઝડપથી સ્વસ્થ થઈને રાષ્ટ્ર સેવામાં લાગી જાય પરંતુ કુદરતને જે ગમ્યું તે ખરું. ભગવાન તેમના આત્માને શાંતિ આપે. અહેમદ પટેલના નિધન પર શ્રદ્ધાંજલિ અને તેમના પરિવારને મારા તરફથી દિલાસો પાઠવું છું.

(12:00 am IST)