મુખ્ય સમાચાર
News of Tuesday, 26th November 2019

અમેરિકામાં વ્હાઇટ હાઉસ સીલ કરી દેવાયું : આપાતકાળની સ્થિતિ :પ્રતિબંધિત વિસ્તારમાં વિમાન પ્રવેશતા અફરાતફરી

વોશિગ્ટન ડીસી પાસે એક અનઅધિકૃત વિમાનની હિલચાલ

અમેરિકામાં સીક્રેટ સર્વિસ એજન્ટોએ યુએસમાં વ્હાઈટ હાઉસમાં આપાતકાળની સ્થિતિની જાહેરાત કરી લોકડાઉનના આદેશ જાહેર કર્યા હતા.પ્રતિબંધિત હવાઈક્ષેત્રમાં ઘૂસી જનારું વિમાન એકદમ નીચી ઊંચાઈએ ઉડાણ ભરી રહ્યું હતું. હાલમાં વ્હાઈટ હાઉસને સીલ કરી દેવાયું છે.

          અમેરિકાના કેપિટલ પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર વોશિગ્ટન ડીસી પાસે એક અનઅધિકૃત વિમાનની હિલચાલ નજરે પડી હતી. આ વિમાન સાથે એર ટ્રાફિક કંટ્રોલરે નિયંત્રણ ગુમાવી દેતાં સ્થિતિ ગંભીર બની હતી. જોકે, આ વિમાનને ઉડાવી દેવામાં આવ્યું હતું. વિમાનના ચાલકે પ્રતિબંધિત વિસ્તારમાં ઉડાણ ભરી હતી. આ ઘટના બાદ પોલીસ એલર્ટ બની ગઈ હતી. જોકે, હાલમાં લોકડાઉનમાં છૂટછાટ જાહેર કરી દેવાઈ છે.

         પ્રેસ બિફિંગ રૂમમાં હાજર પત્રકારોને પણ બહાર ન નીકળવા આદેશ થયા હતા. રાષ્ટ્રપતિ ભવનની પાસે બાંધકામ કરી રહેલા મજૂરોને પણ તાત્કાલિક ખસી જવા આદેશો થયા હતા.

(8:59 pm IST)