મુંબઈમાં ઠાકરે-પવારની સામે 162 ધારાસભ્યોએ લીધા સોગંદ
ગ્રાન્ડ હયાત હોટલમાં શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે, સંજય રાઉત, અને ખડગે હાજર: સમાજવાદી પાર્ટીનાં નેતા અબુ આઝમી પણ પહોંચ્યા
મુંબઈનાં હોટલ ગ્રાન્ડમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપીનાં ધારાસભ્યોની પરેડ ચાલી રહી છે. અહિંયા ત્રણેય પક્ષોનાં કદાવર નેતા હાજર છે. તમામને સંબોધિત કરતા ઉદ્ધવ ઠાકરે એ જણાવ્યું કે આપણી સંખ્યા એટલી થઈ છે કે હવે આપણે એક ફોટોમાં આવી નથી રહ્યા. તેમણે જણાવ્યું કે હવે અમે જણાવીશું કે શિવસેના શું ચીજ છે. શરદ પવારે પણ તમામ સાંસદોને સંબોધિત કરીને જણાવ્યું કે બીજેપીએ ખોટી રીતે સરકાર બનાવી છે. પવારે કહ્યું અમે 5 વર્ષ માટે નહિ 50 વર્ષ માટે સાથે આવ્યા છીએ.
ગ્રાન્ડ હયાત હોટલમાં શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે, સંજય રાઉત, અને ખડગે હાજર રહ્યા હતા. સાથે સાથે સમાજવાદી પાર્ટીનાં નેતા અબુ આઝમી પણ પહોંચ્યા હતા. NCP પ્રમુખ કોંગ્રેસઅને શીવસેનાના નેતાઓ વચ્ચે મુલાકાત કરી હતી. તમામ દિગ્ગજ નેતાઓ એક સાથે રહ્યા હાજર.