મુખ્ય સમાચાર
News of Tuesday, 26th October 2021

સૈફની ૫૦૦૦ કરોડની સંપત્તિમાંથી બાળકોને નહીં મળે ફૂટી કોડી

વિવાદાસ્પદ એનેમી ડિસ્પ્યૂટ એકટ છે સૈફ અલી ખાનની ૫ હજાર કરોડની સંપત્તિ : સૈફ અલી ખાનના પરદાદાએ પરિવારમાંથી કોઈના નામે નહોતી કરી કરોડોની સંપત્તિઃ હમીદુલ્લા ખાને કયારેય તેમની તમામ મિલકત માટે વસિયતનામું બનાવ્યું નહોતું

નવી દિલ્હી, તા.૨૬: સૈફ અલી ખાન શાહી પરિવારમાંથી આવે છે. હરિયાણામાં આવેલા પટૌડી પેલેસ અને ભોપાલમાં તેની અન્ય પૈતૃક સંપત્ત્િ।ને મળીને એકટર પાસે કુલ ૫ હજાર કરોડની સંપત્ત્નિ છે. જો કે, શું તમે જાણો છો કે સૈફ અલી ખાન ૫ હજાર કરોડની સંપત્ત્િ।માંથી ચારેય બાળકોને એક રૂપિયો પણ નહીં આપી શકે? તમે એકદમ સાચુ વાંચ્યું.

સૈફ અલી ખાનને સારા અલી ખાન, ઈબ્રાહિમ અલી ખાન, તૈમૂર અને જેહ એમ ચાર બાળકો છે. એક ન્યૂઝ પોર્ટલના રિપોર્ટ પ્રમાણે પટૌડી હાઉસ સંબંધિત તમામ સંપત્ત્િ। અને બાકીની સંપત્ત્િ। ભારત સરકારના વિવાદાસ્પદ એનેમી ડિસ્પ્યૂટ એકટ હેઠળ આવે છે અને આ એકટ હેઠળ આવતી કોઈ પણ મિલકત અથવા સંપત્ત્િ।ના વારસદાર હોવાનો દાવો કોઈ કરી શકે નહીં.

રિપોર્ટ્સમાં તેમ પણ કહેવામાં આવ્યું છે કે, જો કોઈ વ્યકિત એનેમી ડિસ્પ્યૂટ એકટનો વિરોધ કરવા માગે છે અને કોઈ પણ મિલકત અથવા સંપત્ત્િ। પર દાવો કરવા માગે છે અને લાગે છે કે તે યોગ્યરીતે તેમની છે, તો તેમણે હાઈકોર્ટમાં જવું પડશે, તેમાં નિષ્ફળ જતાં આગળનો વિકલ્પ તેમને સુપ્રીમ કોર્ટમાં દોરી જશે અને અંતમાં ભારતના રાષ્ટ્રપતિ સુધી.

સૈફના પરદાદા, બ્રિટિશ શાન હેઠળના નવાબ હમીદુલ્લા ખાને કયારેય તેમની તમામ મિલકત માટે વસિયતનામું બનાવ્યું નહોતું. કારણ કે તેમને લાગતું હતું કે આમ કરવાથી પરિવારના સભ્યોમાં વિવાદ થઈ શકે છે.

આ દલીલો સરળ બનાવી શકે છે રસ્તો ઉલ્લેખનીય છે કે, સૈફને પહેલી પત્ની અમૃતાથી સારા અને ઈબ્રાહિમ એમ બે બાળકો છે જયારે કરીના કપૂર સાથેના બીજા લગ્નથી તૈમૂર અને જેહ છે.

સૈફ અલી ખાનના વર્ક ફ્રંટની વાત કરીએ તો, તે દ્યણા વર્ષો બાદ ફરી એકવાર રાણી મૂખર્જી સાથે ફિલ્મ 'બંટી ઔર બબલી ૨'માં જોડી જમાવવાનો છે. જેમાં તેની સાથે સિદ્ઘાંત ચતુર્વેદી અને શારવરી વાદ્ય પણ લીડ રોલમાં છે. એકટર છેલ્લે અર્જુન કપૂર, જેકિલન ફનર્િાન્ડઝ અને યામી ગૌતમ સાથે ભૂત પોલીસમાં જોવા મળ્યો હતો.

(4:08 pm IST)