મુખ્ય સમાચાર
News of Tuesday, 26th October 2021

કોરોનાના ૨૪ કલાકમાં ૧૨,૪૨૮ કેસ : ૩૫૬ના મોત

એકટીવ કેસ પણ દોઢ લાખથી ઓછા

નવી દિલ્હી તા. ૨૬ : દેશમાં હવે કોરોનાનો કહેર ઓછો થઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના માત્ર ૧૨,૪૨૮ કેસ નોંધાયા છે. આ ઉપરાંત દેશમાં સક્રિય કેસની સંખ્યા પણ ઘટીને બે લાખ થઈ ગઈ છે. જો કે, આ બધા પછી પણ તહેવારોના આગમનને જોતા નિષ્ણાતોએ કોરોના પ્રોટોકોલનું કડક પાલન કરવાની ચેતવણી આપી છે.

બીજી તરફ, જો આપણે કોરોનાના કારણે થયેલા મૃત્યુની વાત કરીએ તો, છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને કારણે ૩૫૬ લોકોના મોત થયા છે. પરંતુ રાહતની વાત એ છે કે કોરોનાથી સંક્રમિત કરતા વધુ લોકો કોરોનાથી સાજા થઈ રહ્યા છે, છેલ્લા ૨૪ કલાકમાં ૧૫,૯૫૧ લોકો કોવિડ-૧૯થી સાજા થયા છે.

ભારતમાં સક્રિય કેસોની સંખ્યા પણ સતત ઘટી રહી છે. હાલમાં દેશમાં સક્રિય કેસોની સંખ્યા ૧,૬૩,૮૧૬ છે. આ સિવાય કુલ ૩,૩૫,૮૩,૩૧૮ લોકો કોરોનાથી સાજા થયા છે. દેશભરમાં કોરોનાના કેસોને ઓળખવા માટે ટેસ્ટિંગ ચાલી રહ્યું છે, જે અંતર્ગત અત્યાર સુધીમાં ૬૦.૧૯ કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશના લોકોની સુરક્ષા માટે ભારતમાં મોટા પાયે કોરોના રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં કુલ ૧૦૨.૯૪ કરોડ રસી આપવામાં આવી છે.

(2:59 pm IST)