મુખ્ય સમાચાર
News of Tuesday, 26th October 2021

મુશ્કેલીનો ઉપાય ન મળે તો લોકો જ્યોતિષ ઓપીડીમાં જાય છેઃ જ્યાં છે દરેક દર્દનો ઈલાજ

ભવિષ્ય વાંચનની કંપની થઈ ગઈ છે ૪૦ અરબની

  નવી દિલ્હીઃ કોવિડ કાળમાં  જનજીવન આગળ વધી રહ્યું છે. જીવનમાં સુધાર લાગવાની કોશિશની પણ શરૂઆત થઈ ગઈ છે. દરેક પોતાનું ભવિષ્ય બનાવવા અને જાણવા માગે છે.

એટલા માટે ભવિષ્ય વાંચતી કંપનીઓમાં હાલના મહિનામાં જબરદસ્ત વધારો થયો છે. કુંડલીથી લઈને ટેરો કાર્ડ જેવી અનેક વિધિઓથી લોકો પોતાના આગળના જીવન અંગે જાણવા માગે છે. જેમ-જેમ લોકોમાં પોતાના ભવિષ્ય જાણવાની લાલસા વધતી રહી છે તેમ તેમ ભવિષ્ય વાંચતી કંપનીઓનો પણ વિસ્તાર થઈ રહ્યો છે. ફોર્બસના એક રિપોર્ટ અનુસાર, ભવિષ્ય વાંચવાનો વિશ્વમાં ૪૦ અરબ ડોલરથી વધુ બજાર થઈ રહ્યો છે.

છેતરપિંડી કરતા લોકોથી બચાવવા માટે ઓપીડી વર્તમાન યુગમાં જ્યોતિષ અને કર્મકાંડ પ્રત્યે લોકોનો વિશ્વાસ વધી રહ્યો છે.જ્યોતિષના નામ પર છેતરપિંડી પણ થઈ શકે છે. જેને રોકવા માટે સંસ્કૃત વિશ્વવિદ્યાલય બનારસે જ્યોતિષની ઓપીડી શરૂ કરી છે. જ્યાં કુંડલી બતાવવા માટે ૨૦૦ રૂપિયા ચાર્જ નક્કી કરવામાં આવ્યું છે.

માત્ર મનની શાંતી મળે છે . લખનૌના જ્યોતિષાચાર્ય અજય શ્રીવાસ્તવ કહે છે કે, પોતાના નસીબની તસ્વીર માણસ પહેલાથી જ જોઈ લેવા માગે છે. માણસ જન્મકુંડલી, હસ્તરેખા, ટેરોકાર્ડરીડર, અંકગણિત, શાસ્ત્રીયો, નાડી જ્યોતિષો પાસે જાય છે. પરંતુ જાણકાર પાસે જ જવું. જ્યોતિષને પુછીને આપવામાં આવી રહી છે નોકરી. હવે એક નવો ટ્રેંડ પણ નિકળી રહ્યો છે. હવે કોર્પોરેટ કંપનીઓ પણ જ્યોતિષની મદદ લઈ રહી છે. નોકરી આપતા પહેલા પૂછે છે કે આ માણસ કંપની માટે હિતકારી હશે. જેને કોર્પોરેટ એસ્ટ્રોલોજીના નામથી બોલાવવામાં આવે છે. તેમાં ફી પણ સારી મળે છે. 

(2:57 pm IST)