મુખ્ય સમાચાર
News of Monday, 26th October 2020

કાઉબોય અને બંદૂકો માટે પ્રખ્યાત સાઉથ ડકોટામાં બીડનની રાહ મુશ્કેલ

આ વિસ્તારના લોકો રિપબ્લીકનના ચુસ્ત ટેકેદાર : ૬૦ વર્ષથી રિપબ્લીકનનું પ્રભુત્વ : ૯ ટકાથી વધુ લોકો ટ્રમ્પને મત આપશે તેવો સર્વેમાં ખુલાશો : અમેરિકાના આ વિસ્તારમાં લોકોનું જીવન બંજારા જેવું : ગન રાખવી -શિકાર કરવો પસંદ

ન્યુયોર્ક,તા. ૨૬: અમેરિકામાં કેટલાક રાજ્ય ડેમોક્રેટસના પ્રમુખ પક્ષકાર છે તો કેટલાક રિપબ્લીકન્સના છે. મિડવેસ્ટર્નમાં સ્થિત સાઉથ ડકોટામાં અમેરિકી મીડીયાની પહોંચ ખૂબ જ સિમિત છે. અહીંના દુર દુરના ગ્રામીણ ક્ષેત્રો છે જે ગન કાઉબોય અને ઘોડા માટે વિખ્યાત છે.સાઉથ ડકોટામાં કાઉબોયનો દબદબો છે. કાઉબોયને ભારતીય દ્રષ્ટીકોણથી જોઇએ તો બંજારા જીવનશૈલી સાથે જોડી શકાય છે. જે ટ્રમ્પ અને રિપબ્લીકન પાર્ટીના આક્રમક સમર્થક છે. તેમની ભકત તરીકે પણ ગણી શકાય.

ઘોડાની સાથે બંદૂક તેમની ઓળખ છે. આ આખો વિસ્તાર મિડલેન્ડના નામે ઓળખાય છે. આ સ્ટેટ રિપબ્લીકન્સનાં દબદબાવાળુ છે. વીસમી સદીના છઠ્ઠા દાયકાથી અહીં રિપબ્લીકન્સનું પ્રભુત્વ રહ્યું છે. અહીં જઇને જ તે અંગેનો ખ્યાલ આવી શકે છે. સ્ટેટમાં નેટીવ અમેરિકીની સાથે વ્હાઇટ અમેરિકી પણ ઘણા છે. ગ્રામીણ જીવનમાં ગત રાખવી અને શિકાર કરવો પસંદ છે. તેઓ હથીયારબંધીના હિમાયતી નથી. બંદૂક રાખવી અહીંના લોકોની ફકત પસંદ જ નહીં જરૂરત પણ છે. શહેરની ખૂબ જ દૂર હોવાથી પોતાની રક્ષા પોતે જ કરવી પડે છે. અહીં કોઇ બનાવ વખતે પોલીસનું સમયસર પહોંચવું પણ મુશ્કેલ બને છે. અહીંના લોકો ડેમોક્રેટીક પાર્ટીને શહેરની પાર્ટી માને છે. લોકો ધાર્મિક પ્રવૃતિવાળા, પારિવારિક મૂલ્યોને માનનાર અને નિષ્ઠાવાન હોય છે. તેઓનું કહેવું છે કે અમારા માટે રિપબ્લીકન પાર્ટી જ બરાબર છે. એવી સંભાવના છે કે અહીંના ૯ ટકા લોકો રિપબ્લીકન પાર્ટીના પક્ષમાં મતદાન કરનાર છે. જે સર્વેમાં કદાચ સૌથી ચોંકાવનારી વાત છે. (૨૨.૩૧)

ટ્રમ્પના 'ભારતની હવા ગંદી' વાળા નિવેદન ઉપર બીડન ભડકયા

. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના ભારત અંગેના હવા ગંદી વાળા નિવેદન ઉપર ડેમોક્રેટીક ઉમદેવારે બીડન ભડકયા છે. તેમણે જણાવેલ કે , શું મિત્રો વિશે આવું બોલાય ? જળવાયુ પરિવર્તન જેવી વૈશ્વીક પડકારો ઉપર તમે આવી રીતે વાત કરો. બીજી તરફ ભારતીય મૂળના રિપબ્લીકન ેનેતા નિક્કી હેલીએ જણાવેલ કે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે સૌથી મોટો ખતરો ચીન છે. પાકિસ્તાન આંતકીઓને આશરો આપે છે. એટલે ટ્રમ્પ તંત્રએ પાકિસ્તાને અરબો ડોલરનું મિલટ્રી ફંડીંગ રોકી દીધું છે. તેમણે ફીલોડોલ્ફીયાના એક કાર્યક્રમમાં આ વાત કહી હતી.

(3:37 pm IST)