મુખ્ય સમાચાર
News of Sunday, 26th September 2021

ગુલાબ વાવાઝોડું ઓડિશા અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાએ ત્રાટક્યું: ભારે પવન ફુંકાયો :દરિયામાં 5 માછીમારો લાપતા

દરિયાકાંઠે ભારે પવન સાથે અનરાધાર વરસાદ તૂટી પડ્યો: ઓડિશામાં 3409 જેટલા લોકોનું સ્થળાતર: પશ્ચિમ બંગાળનો તટીય વિસ્તાર પ્રભાવિત થશે

નવી દિલ્હી : ગુલાબ વાવાઝોડું ઝડપથી ઓડિશા અને આંધ્રપ્રદેશના દરિયા કાંઠા ત્રાટક્યું છે. ભારે પવનને કારણે દરિયામાં માછીમારી માટે ગયેલા 5 માછીમારો લાપતા બન્યાના અહેવાલ મળે છે આંધ્ર અને ઓડિશાના દરિયાકાંઠે આખરે ગુલાબ વાવાઝોડાએ દસ્તક દઈ દીધી છે. ગુલાબને પગલે આ બંન્ને રાજ્યોના દરિયાકાંઠે ભારે પવન સાથે અનરાધાર વરસાદ તૂટી પડ્યો હતો.

ગુલાબ વાવાઝોડાથી પશ્ચિમ બંગાળનો તટીય વિસ્તાર પ્રભાવિત થશે અને 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે. આંધ્રપ્રદેશમાં આજે રાત સુધીમાં વાવાઝોડું લેન્ડફોલ કરે તેવી સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. તંત્ર દ્વારા તટીય વિસ્તારોમાં કોઈપણ પ્રકારની હોનારત ન સર્જાય તે માટે યુદ્ધના ધોરણે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

દરિયાની સ્થિતી ખરાબ રહેવાને કારણે બંગાળની ખાડીમાં તેમજ અંદમાન સાગરમાં માછીમારોને જવાની ના પાડી દેવામાં આવી છે. ઓડિસામાં ઘણા તટીય વિસ્તારોમાં અત્યારતી ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. સાથેજ અમુક વિસ્તારોમાં ચેતવણી પણ આપવામાં આવી છે. જ્યા ગુલાબ વાવાઝોડાવે કારણે ભારે નુકશાન થવાની સંભવના છે 

ગુલાબ  વાવાઝોડાના ખતરાને કારણે અત્યાર સુધીમાં ઓડિશામાં 3409 જેટલા લોકોનું સ્થળાતર કરવામાં આવ્યું છે સાથેજ 204 જેટલા લોકોને શેલ્ટર હોમમાં મોકલવામાં આવ્યા છે

(9:14 pm IST)