મુખ્ય સમાચાર
News of Saturday, 26th September 2020

ભાજપનું રાષ્ટ્રીય માળખુ જાહેર કરતાં રાષ્ટ્રીય પ્રમુખ જે. પી. નડ્ડા

ગુજરાત- ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળને રાષ્ટ્રીય ઉપપ્રમુખ બનાવ્યા : રામ માધવ - મુરલીધર રાવ અને સરોજ પાંડે જેવા દિગ્ગજ નામોની બાદબાકી : દિવાળી પહેલા મોદી પ્રધાનમંડળની પુનઃ રચનામાં આ ત્રણેય દિગ્ગજોનો સમાવેશ થવા સંભવ : ૧૨ ઉપપ્રમુખ : ૮ મહામંત્રી : ૧ રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી : ૧૩ રાષ્ટ્રીય મંત્રીઓ : ૩ રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રી : ૬ વર્ષે રાષ્ટ્રીય ખજાનચીની નિમણુંક : ૫ રાષ્ટ્રીય પ્રવકતા : અલગ અલગ મોરચાઓના અધ્યક્ષોની નિમણુંકઃ મોટાપાયે ફેરફારો

ભાજપનું રાષ્ટ્રીય માળખુ જાહેર કરતાં રાષ્ટ્રીય પ્રમુખ જે. પી. નડ્ડા​ : ગુજરાત- ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળને રાષ્ટ્રીય ઉપપ્રમુખ બનાવ્યા : રામ માધવ - મુરલીધર રાવ અને સરોજ પાંડે જેવા દિગ્ગજ નામોની બાદબાકી : દિવાળી પહેલા મોદી પ્રધાનમંડળની પુનઃ રચનામાં આ ત્રણેય દિગ્ગજોનો સમાવેશ થવા સંભવ : ૧૨ ઉપપ્રમુખ : ૮ મહામંત્રી : ૧ રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી : ૧૩ રાષ્ટ્રીય મંત્રીઓ : ૩ રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રી : ૬ વર્ષે રાષ્ટ્રીય ખજાનચીની નિમણુંક : ૫ રાષ્ટ્રીય પ્રવકતા : અલગ અલગ મોરચાઓના અધ્યક્ષોની નિમણુંકઃ મોટાપાયે ફેરફારો

 

ભાજપ દ્વારા કરવામાં આવેલા સંગઠનાત્મક ફેરફારો અંતર્ગત રામ માધવ, મુરલીધર રાવ, અનિલ જૈન અને સરોજ પાંડેને જનરલ સેક્રેટરી તરીકે હટાવવામાં આવ્યા છે. તેમની જગ્યાએ દુષ્યંતકુમાર ગૌતમ, ડી પુરંદેશ્વરી, સીટી રવિ અને તરુણ ચૂગને નવા મહામંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે.

આ સાથે જ યુવા સાંસદ તેજસ્વી સૂર્યાને ભાજપ યુવા મોરચાની જવાબદારી સોંપાઇ છે. ઓબીસી મોરચાના પ્રમુખ લક્ષ્‍મણ, લઘુમતી મોરચાના પ્રમુખ તરીકે જમામલ સિદ્દીકી અને લાલ સિંહ આર્યને એસસી મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. સમીર ઓરાંવને એસટી મોરચાની જવાબદારી સોંપાઇ છે.

રાધા મોહન સિંહ, મુકુલ રાય, રેખા વર્મા, અન્નપૂર્ણા દેવી, ભારતીબેન શિયાળ, ડી.કે.અરૂણા, એમ ચૂબા આવ, અબ્દુલ્લા કુટ્ટી નવા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બન્યા છે.

આ સાથે જ પાર્ટીએ 5 રાષ્ટ્રીય પ્રવક્તા નિયુક્ત કર્યા છે. જેમાં અનિલ બલૂની, સંજય મયૂખ, ડો. સંબિત પાત્રા, સુધાંશુ ત્રિવેદી અને શાહનવાઝ હુસેનનું નામ સામેલ છે.

ગુજરાતના એકમાત્ર સાંસદ ભારતીબેન શિયાળની પસંદગી કરવામાં આવી છે. આપને જણાવી દઇએ કે,ભારતીબેન શિયાળ ગુજરાતના ભાવનગર જિલ્લાના એક સક્રિય રાજનેતા છે. તેઓ વર્તમાનમાં સાસદ સભ્ય છે. તેઓ ગુજરાત વિધાનસભાના પૂર્વ સભ્ય છે. 2012માં તેઓ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ભાવનગર જિલ્લાના તળાજાથી વિધાનસભા માટે ચૂંટાયા હતા. વ્યવસાયે તેઓ એક આયુર્વેદિક સલાહકાર છે. રાજકારણમાં પ્રવેશ કર્યા બાદ તેમણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ભાવનગર(લોકસભા મત વિસ્તાર)થી 16મી લોકસભાના સભ્ય બનવા માટે 2014માં સામાન્ય ચૂંટણી જીતી.

(5:10 pm IST)