મુખ્ય સમાચાર
News of Saturday, 26th September 2020

દિવાળીની મંદિરોમાં વર્ચ્યુઅલી ઉજવણીની તૈયારીઃ અયોધ્યામાં ઓનલાઇન દીવા પ્રગટાવી શકાશે

કોરોના કાળમાં પ્રકાશના તહેવાર દીપાવલી મનાવવા ૩ ડી ટેકનોલોજીની મદદ લેવાશે

નવી દિલ્હીઃ કોરોના કાળમાં હાલ તમામ ક્રિયાઓ મર્યાદીત થઇ છે ત્યારે લોકો વર્ચ્યુઅલી સક્રિય બન્યા છે. તેમાં પણ માર્ચથી લઇને અત્યાર સુધીમાં અનેક ધાર્મીક તહેવારો ઉત્સવો લોકોની પ્રત્યક્ષ હાજરી વિના જ ઉજવાયા છે. તેવામાં હિન્દુઓના સૌથી મોટો તહેવાર દિવાળીની ઉજવણી પણ વર્ચ્યુઅલી થાય તો નવાઇ નહી.

હાલ મંદિરોમાં આરતી સહીતના ધાર્મિક આયોજનો ભાવીકો અયોધ્યા ખાતે દીપોત્સવને પુરી રીતે ભવ્યતાથી ઉજવવા વર્ચ્યુઅલી તૈયારી શરૂ કરી છે.

થ્રીડી ટેકનીકની મદદથી ભાવિકો ઘરે બેઠા અયોધ્યાના વિવિધ ઘાટો ઉપર દીવા પ્રગટાવી શકશે. સરકારી અધિકારીઓ મુજબ ૩ડીની મદદથી દિવાળી ઉજવવાનો સુજાવ આપવામાં આવ્યો હતો. આયોજનમાં લોકો પોતાના મોબાઇલ સ્કીન ઉપરથી રામ કી પૈકી  ઉપર વર્ચ્યુઅલી દીવા પ્રગટાવી શકશે જે માટે મોબાઇલ ઉપર એક લીંક અપાશે. લીંક કલીક કરતા દીવાઓ પ્રગટતા દેખાશે. આ લીંકની સુચના મુખ્યમંત્રી પાસે જશે અને ભાગ લેનાર સર્ટીફીકેટ પણ અપાશે.

સમગ્ર દેશના મંદિરોમાં આ પ્રકારની ૩ડી વ્યવસ્થા દ્વારા દિવાળી ઉજવી શકાય તેમ છે. ખાલી અયોધ્યામાં જ ર૦૮ મોટા મંદિરોનું લીસ્ટ તૈયાર કરાયું છે. ગત વર્ષે સરયુતટે પ લાખ જેટલા દીવાઓ પ્રગટાવામાં આવેલજે એક રેકોર્ડ છે.

(3:35 pm IST)