મુખ્ય સમાચાર
News of Saturday, 26th September 2020

મુંબઇમાં ગુજરાતી વેપારીના શરીર ઉપરથી કન્ટેનર ફરી વળતા કરૂણ મૃત્યુઃ હાહાકાર

મુંબઇના વાશીમાં ટ્રાન્સપોર્ટનો વેપાર કરતા અને કલ્યાણ-ઈસ્ટમાં તીસગાંવ નાકા નજીક આવેલા સંતોષનગરની શિવમંગલ સોસાયટીમાં એક પુત્ર, એક પુત્રી અને પત્ની સાથે રહેતા મંગલદાસભાઈ કટારમલ ભાનુશાળી તેમના ટ્રાન્સપોર્ટના કામસર સવારે દ્યરેથી ૧૦.૩૦ વાગ્યે બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે થાણેના શીલ-ડાઇદ્યર વિસ્તાર નજીક મુમ્બ્રા-પનવેલ માર્ગ પર તેમની મોટરસાઇકલને પાછળથી આવી રહેલા એક કન્ટેનરે હડફેટમાં લીધું હતું અને એ તેમના શરીર પરથી પસાર થઈ ગયું હતું. તેમનું કરૂણ મૃત્યુ થયુ છે.

(2:56 pm IST)