મુખ્ય સમાચાર
News of Saturday, 26th September 2020

લવ જેહાદ મામલે દરેક કેસનું હોઈ શકે છે જોડાણ

કાનપુરના ૫ લવ જેહાદ મામલામાં પોલીસ તપાસમાં મળ્યા આંતરિક જોડાણના સંકેત

કાનપુર,તા. ૨૬: ઉત્ત્।રપ્રદેશ્માં સ્ત્રીઓની સુરક્ષાનો મુદ્દો સૌથી ટોપ ઉપર છે ત્યારે લવ જેહાદ મુદ્દે પણ ઉત્ત્।રપ્રેદશ ખુબ ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે, લવ જેહાદ મુદ્દે જે શંકા કરાઈ રહી હતી તે હવે સાચી સાબિત થતી દેખાય છે કાનપુરના જુહી લાલા વિસ્તારની ઘટનામાં ૫ આરોપીઓને પકડવામાં આવ્યા હતા તે દરેકનું અંદરો અંદરો કોઈ કનેકશન મળી આવ્યું છે. હકીકતમાં પોલીસે મોબાઈલના CDR દ્વારા માહિતી મળી કે આ આરોપીઓ વચ્ચે પહેલા પણ સબંધ હતા. પોલીસ હાજી આ લવ જેહાદ મામલાના માસ્ટર માઈન્ડ માણસ સુધી પહોંચી શકી નથી કેટલાક દિવસો અગાઉ જુહી લાલ કોલોની માં ૫ યુવકોએ શહેરના જુદા જુદા વિસ્તારની બીજાધર્મની છોકરીઓને પ્રેમજાળમાં ફસાવી હતી આ છોકરીઓમાં શાલિની યાદવનું મુદ્દો ખુબ ચર્ચામાં રહ્યો પોલીસે આ તમામ મામલે તાપસ હાથ ધરી અને આ બધા જ આરોપીઓની સાથે તમામ પ્રેમ પ્રકરણને સાથે સરખાવતાં આરોપીઓ વચ્ચે અને આ બધા જ કેસ વચ્ચે સામ્યતા દેખાઈ છે ને એક તારણ ઉપર આવી છે પોલીસે જણાવ્યું હતું કે આ આરોપીઓના CDR રેકોર્ડ દ્વારા બધા એક બીજાને ઓળખાતા હોવાની વાત સામે આવી છે. અને આ ગ્રુપ આખું એવું છે કે જે છોકરીઓને જાળમાં ફસાવે છે અને છેતરે છે, શાલિની યાદવ કેસનો આરોપી ફૈસલ કે જેના વિરુદ્ઘ કલ્યાણપુરમાં ૨ જુલાઈ એ કેસ દાકહલ થયો હતો, ખલિલ અને કમાલ નામનો આરોપીઓ વિરુધ પનકીમાં કેસ દાખલ થયેલ છે, લાલ જુહી વિસ્તારની ઘટનાનો આરોપી પણ પકડાયો હતો આ તમામના કોલ રેકોર્ડ તાપસ કરતા એકબીજા સાથે જોડાણ મળી આવ્યું છે. આ ઘટનાઓ છે તો ઉત્ત્।રપ્રદેશની પણ આવી દ્યટનાઓ દેશમાં અનેક શહેરોમાં થાય છે અને તેના માટે જરૂર છે સતર્કતાની અને સચેત રહેવાની આરોપીઓ પકડાય ત્યારે તેના અંદરો અંદરના સબંધ મળતા માલુમ પડે છે કે લવ જેહાદ મામલે એક આખી ગેંગ જ કામ કરે છે. ગુજરાતમાં પણ આવા કેસ કેટલા હશે કે જે પ્રકાશમાં આવ્યા નહિ હોય!

(2:55 pm IST)