મુખ્ય સમાચાર
News of Saturday, 26th September 2020

પ્રતિબંધિત ચાઇનીઝ એપની ચાલબાજી: નવા સ્વરૂપે ફરી ભારતમાં પગપેસારો: નામ બદલીને ઘૂસણખોરી !

અનેક એપને વિડિઓ એપને કરોડો ડાઉનલોડ પણ મળી ચુક્યા છે

નવી દિલ્હી : છેલ્લા કેટલાક મહિનામાં ઇન્ડિયન એપ સ્ટોર્સ પર નવી ચાઇનીઝ એપ્લિકેશનની સંખ્યા મોટા પ્રમાણામાં વધી રહી છે.રિપોર્ટની માનીએતો આમાં એ એપના રિબેન્ડેડ વર્ઝન પણ છે જેને ભારતના રાષ્ટ્રિય સુરક્ષા માટે જોખમ રૂપ ગણીને પ્રતિબંધીત કરવામાં આવી હતી.જણાવી દઇએ કે ભારતે સૌથી પહેલા TikTok સહિત 59 ચાઇનિઝ એપ પર બેન લગાવ્યો હતો.ત્યાર બાદ જુલાઇમાં વધુ 47 એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવ્યો હતો.અને ફરી સપ્ટેમ્બરમાં 118 એપ પર પ્રતિબંધ લગાવ્યો છે.

રિપોર્ટમાં એવી જ ઘણી એપ્લિકેશનનો ઉલ્લેખ કર્યો છે.જે રૂપ અને નામ બદલી ફરી ભારતમાં પગપેસારો કરી ચુકી છે.ઉદાહરણ તરીકે ઘણી જ પ્રખ્યાત Snack video નામના વિડિયો એપ Tencentના સ્વામિત્વ વાળી kuaishou નામની ચીની કંપનીએ બનાવ્યુ છે.ખાસ વાત છે કે આ બિલકુલ Kwai એપની જેમ જ છે.જેને ભારત સરકારે પ્રતિબંધીત કરી હતી.સ્નેક વિડિયો એપના ગુગલ પ્લે સ્ટોર પર 10 કરોડથી વધુ ડાઉનલોડ્સ મળી ચુક્યા છે,એટલુ જ નહીં,આમાં પોપ્યુલર શોર્ટ-વિડિયો મેકિંગ એપ TikTok જેવા પણ ફિચર છે.

બીજા દાખલા વિશે વાત કરતાં ભારતે Hago એપ પર પણ પ્રતિબંધ મૂક્યો હતો, જે અજાણ્યા લોકો સાથે ચેટ રૂમ બનાવવા અને રમતો રમવા માટે વપરાય હતી. હવે આ એપ્લિકેશનને ઓલા પાર્ટી નામની એક એપ દ્વારા બદલી લેવામાં આવી છે. ઇકોનોમિક ટાઇમ્સ અનુસાર, તેમાં ગેમ રમવાની સુવિધા ન હોવા છતાં, ખાસ વાત એ છે કે હોગો વપરાશકારોએ એપ્લિકેશનમાં પ્રોફાઇલ, મિત્રો અને ચેટ રૂમ ઇમ્પોર્ટ કર્યા છે. એટલે કે, હોગો વપરાશકર્તાઓ સીધા Ola Party માં સાઇન ઇન કરી શકે છે.

(1:44 pm IST)