મુખ્ય સમાચાર
News of Saturday, 26th September 2020

જયોતિષિઓના મતે કોરોનાની અસર નવેમ્બર મહિનાના અંત સુધી વર્તાશે

રાહુ-કેતુ ઊંધી દિશામાં ચાલે છેઃ હવેના ૬૫ દિવસ મહત્વનાઃ ડોનાલ્ડ ટ્રમ્પનો ચહેરો-આંખો રાહુ પ્રધાન હોઇ ચૂંટણીમાં જીતવાના ચાન્સ વધુ

મુંબઇ, તા.૨૬: જયોતિષની નજરે કોરોનાના કેસ નવેમ્બરના અંતિમ ચરણ સુધી વર્તાશે. જે સાથે  જન આરોગ્ય(રાજકિય આરોગ્ય), રાજકિય પુરુષોની વિચાર સરણી  બગડેલી(નેગેટિવ)રહેશે. જેથી તા.૨૩મી સપ્ટેમ્બર પછીના ૬૫ દિવસ  શાંતિપૂર્ણ પસાર કરવા પડશે.અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં કોઇ ગરબડ નહિં થાય તો ડોનાલ્ડ ટ્રમ્પને જીતવાના ચાન્સ વધુ છે. જેના અંતર્ગત કારણોમાં ટ્રમ્પનો ચહેરો અને આંખો રાહુ પ્રધાન છે.

જયોતિષાચાર્ય કિરીટ જાનીએ જણાવ્યુ  હતુ કે તા.૨૩મી સપ્ટેમ્બરના રોજ રાહુ વૃષભમાં જયારે કેતુ વિૃૃક રાશીમાં પ્રવેશ્યો છે. જે ૧૮ મહિના સુધી આ રાશીમાં જ રહેશે. રાહુ મિથુન રાશીમાંથી વૃષભમાં પ્રવેશ્યો છે. સૂર્ય-પૃથ્વી-ચન્દ્રના છેદનબિંદુએ રાહુ-કેતુ પડછાયો છે. બધાજ ગ્રહો સિધા ચાલે છે માત્ર રાહુ-કેતુુ ઊંધી દિશામાં ચાલે છે. શાસ્ત્રોમાં પરાશર મુનિએ મિથુન રાશીના રાહુને શકિતશાળી માની ઉચ્ચનો કહ્યો છે.

જયારે દક્ષિણ ભારતના જયોતિષશાસ્ત્ર(નાળીશાસ્ત્ર)મુજબ વૃષભ રાશીમાં રાહુ ઉચ્ચ બને છે પરંતુ વાસ્તવમાં એવું નથી. કારણ કે કાલપુરુષની કુંડળીમાં બીજો ભાવ(વૃષભ રાશી)એ મારક સ્થાન છે. જયારે ૮મી રાશી મૃત્યુ સ્થાન(વિૃૃક)ની છે. મારક સ્થાનમાં રાહુ(પાપગ્રહ)આવે તો શુભ ફળ નથી આપતો.

રાહુએ તા.૨૩મી સપ્ટેમ્બરે રાશી બદલતા પહેલાના ૬૫ દિવસ પોતાની તિવ્ર અસર દેખાડી હતી. જે રાશી બદલ્યા પછીના ૬૫ દિવસ પણ તિવ્ર અસર દેખાડશે. જેથી કોરોનાના કેસ નવેમ્બરના અંતિમ ચરણ સુધી વર્તાશે. જે સાથે જન આરોગ્ય(રાજકિય આરોગ્ય), રાજકિય પુરુષોની વિચાર સરણી બગડેલી(નેગેટિવ)રહેશે. જેથી તા.૨૩મી સપ્ટેમ્બર પછીના ૬૫ દિવસ શાંતિપૂર્ણ પસાર કરવા પડશે.

સરહદો પર યુધ્ધના છમકલા પણ જારી રહેશે. રાહુની અસર કેટલાક મુસ્લિમ દેશો, યુ.એસ.એ, કેનેડા તેમજ ઓસ્ટ્રેલિયામાં વધુ વર્તાશે. ખાસ કરીને તા.૩જી નવેમ્બરના રોજ યોજાનારી અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં કોઇ ગરબડ નહિં થાય તો ડોનાલ્ડ ટ્રમ્પને જીતવાના ચાન્સ વધુ છે. જેના અંતર્ગત કારણોમાં ડોનાલ્ડ ટ્રમ્પનો ચહેરો અને આંખો રાહુ પ્રધાન છે.

(11:25 am IST)