મુખ્ય સમાચાર
News of Saturday, 26th September 2020

નવી દિલ્‍હીમાં આજે સોના ચાંદીમાં ઘટાડાને લાગી બ્રેક

અમેરિકા સરકાર દ્વારા સ્‍ટિમ્‍યુલસ પેકેજ જાહેર થવાની આશાએ બંને ધાતુમાં સ્‍થિર વલણ જળવાયું

નવી દિલ્‍હી  : ભારતમાં સતત બે દિવસથી સોના ચાંદીના ઘટાડ બાદ આજે ઘટાડાને બેક લાગી છે. અને એક તબક્કે બંને ધાતુમાં ઉછાળો જોવા મળ્‍યો છે.

સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામે 324 રૂપિયા વધીને 50,824 થયો હતો. આમ સોનાએ 50,500 રૂપિયાની મહત્ત્વની સપાટી વટાવી હતી. ચાંદીનો ભાવ પણ ઉછળતા પ્રતિ કિલો 2,124 રૂપિયા વધીને 60,536 થયો હતો. જ્યારે ગઇકાલે તે 58,412 પર બંધ આવી હતી.

આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવમાં રિકવરી આવતા દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ 324 રૂપિયા વધ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું વધીને પ્રતિ ઔંસ 1,873 ડોલર થયુ હતુ, જ્યારે ચાંદીનો ભાવ 23.10 ડોલર થયો હતો.

સોના-ચાંદીના ભાવ કેમ વધ્યા

અમેરિકામાં સ્ટિમ્યુલસની આશાએ ડોલર ઇન્ડેક્સની વૃદ્ધિ ઘટતા સોના-ચાંદીના ભાવ ગઈકાલથી ઉચકાયા હતા.

રાષ્ટ્રીય સ્તરે સોનાના વધેલા ભાવનું પ્રતિબિંબ અમદાવાદના ભાવમાં પણ પડ્યુ હતુ. 99.9 કેટેગરીના સોનાનો ભાવ 50,500-51,300 થયો હતો એટલે સોનુ 300 રૂપિયા વધ્યુ હતુ. જ્યારે 99.5 સોનાનો ભાવ પણ તેટલો વધીને 50300-51,100 થયો હતો. જ્યારે હોલમાર્ક સોનાનો ભાવ 50,275 થયો હતો.

જ્યારે ચાંદી ચોરસાનો ભાવ 56,500-57,500 થયો હતો. ચાંદી રૂપુનો ભાવ 56,300-57,300 થયો હતો. સિક્કા જૂનાનો ભાવ 575-775 હતો.

બીએસઇ સેન્સેક્સ પણ ગઇકાલના ઘટાડાને રિકવર કરતા 2.28 ટકા એટલે કે 835 પોઇન્ટનો ઉછાળો દર્શાવતા 37,388.66 પર બંધ આવ્યો હતો. જ્યારે નિફ્ટી 50 2.27 પોઇન્ટનો અથવા 244 પોઇન્ટના ઉછાળા સાથે 11,050.25 પોઇન્ટ પર બંધ આવીને ફરીથી 11,000ની સપાટી મેળવી હતી.

બીએસઇ પર 1,953 શેર વધ્યા હતા અને 648 શેર ઘટ્યા હતા. બજાજ ફિનસર્વ, એચસીએલ ટેકનોલોજીસ, ઇન્ડ્સઇન્ડ બેન્ક, ભારતી એરટેલ, સિપ્લાએ સૌથી વધુ વધારો નોંધાવ્યો હતો, જ્યારે એસબીઆઇ લાઇફ ઇન્સ્યોરન્સ, યુપીએલ, એચડીએફસી લાઇફ અને બીપીસીએલ ઘટ્યા હતા. બધા સેક્ટરોલ ભાવાંકો વધ્યા હતા. બીએસઇ મિડ-કેપ અને સ્મોલકેપ ઇન્ડાઇસીસ બેથી ત્રણ ટકા વધ્યા હતા. આમ બજારે ગઇકાલના ઘટાડાને મહદઅંશે સરભર કર્યો હતો. કમસેકમ આગેવાન શેરો માટે તો આવું કહી શકાય.

રૂપિયાએ પણ 73.60ની ઊંચી સપાટી બનાવી હતી અને 73.73 પર બંધ આવ્યો હતો. રૂપિયા માટે 73.90થી 74.20 મહત્ત્વની પ્રતિકારક સપાટી છે.

(12:00 am IST)