મુખ્ય સમાચાર
News of Saturday, 26th September 2020

હવે ગૂગલ મેપ જણાવશે કોરોનાથી સંક્રમિત વિસ્તાર અને કેસોની સંખ્યા

કોવીડ લેયર ફીચર યુઝર કોરોના અંગે અપડેટ અને એલર્ટ આપશે

ગૂગલે તેની નેવિગેશન એપ્લિકેશન Google Map માં કોરોના સંબંધિત જબરદસ્ત અપગ્રેડેશન કર્યું છે. કોરોના સમ્બન્ધિત આ અપડેટ યુઝરને કોરોના સંક્રમણથી બચાવવા મદદરૂપ થવાની આશા સેવાઈ રહી છે. આ ફીચર કોરોના સંક્રમિત વિસ્તાર અને દર્દીઓની સંખ્યા સહિતની માહિતી આપશે. આસપાસના વિસ્તારમાં જોખમ હોવાની માહિતી હશે તો યુઝર સચેત રહેશે તેમ માનવામાં આવી રહ્યું છે.

  'COVID Layer' ફીચર એન્ડ્રોઈડ અને આઈઓએસ બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ હશે. આ ફીચર ખુબ અગત્યનું માનવામાં આવી રહ્યું છે. કોરોના સંક્રમિત વ્યક્તિઓની જાણકારી સાથે આ ફીચર કોરોના વાયરસ સાથે જોડાયેલ તમામ અપડેટ પણ પુરા પાડશે. ગૂગલે તેના ઓફિશિયલ ટ્વીટ મારફતે આ અત્યન્ત ઉપયોગી ફીચરની માહિતી લોકો સુધી પહોંચાડવા પ્રયાસ કર્યો છે.

  ગુગલ મેપમાં જમણી બાજુ ટોપ પર લેયર બટન આપવામાં આવ્યું છે. લેયર ક્લિક કરતાં કોવિડ 19 ઈન્ફોનું ઓપ્શન આપવામાં આવ્યું છે. ક્લિક કરતાં મેપ કોરોનાની સ્થિતિ અનુસાર બદલાશે. ફીચર વિસ્તારમાં પ્રતિ 1 લાખ લોકો પર સાત દિવસનાં નવા મામલાઓની સરેરાશ દેખાડશે. ફોક્સ એરિયામાં કેસો વધી રહ્યા છે કે નહીં તે એલર્ટ પણ મળશે. કલર કોડના કારણે યુઝરને માહિતી સમજવામાં ઘણો લાભ થશે

(8:46 am IST)