મુખ્ય સમાચાર
News of Saturday, 26th September 2020

હું પ્રસિડેન્ટ તરીકે ચૂંટાઈ આવીશ તો ટ્રમ્પએ પ્રતિબંધિત કરેલા વર્ક વિઝા ફરીથી અમલમાં લાવીશ : કોરોના કહેર ઉપર કાબુ ઉપરાંત પ્રજાની તંદુરસ્તી ,સાથે આર્થિક વિકાસને પ્રાધાન્ય આપીશ : ડેમોક્રેટ પાર્ટીના પ્રેસિડન્ટ પદના ઉમેદવાર જો બિડનનું વચન : ફંડ રેઇઝિંગ વર્ચ્યુલ મિટિંગમાં 3.3 મિલિયન ડોલર ભેગા થઇ ગયા

વોશિંગટન : તાજેતરમાં ડેમોક્રેટિક પાર્ટીના પ્રેસિડન્ટ પદના ઉમેદવાર જો બિડનના લાભાર્થે  વર્ચ્યુઅલ  ફંડ રેઇઝિંગ મીટીંગનું આયોજન કરાયું હતું.જેમાં બીડને જણાવ્યું હતું કે હું પ્રસિડેન્ટ તરીકે ચૂંટાઈ આવીશ તો ટ્રમ્પએ પ્રતિબંધિત કરેલા વર્ક વિઝા ફરીથી અમલમાં લાવીશ તેમજ  કોરોના કહેર ઉપર કાબુ ઉપરાંત પ્રજાની તંદુરસ્તી ,સાથે આર્થિક વિકાસને પ્રાધાન્ય આપીશ .
તેમણે ઉમેર્યું હતું કે ભાવિ પેઢી માટે શ્રેષ્ઠ શિક્ષણની સુવિધા સાથે ઇન્ડિયન અમેરિકન સહિતના વિદેશોમાંથી આવેલા લોકોનું અમેરિકન ડ્રિમ સાચું પડે તે માટે પ્રયત્ન કરીશ.
ડેમોક્રેટિક પાર્ટી આયોજિત આ ફંડ રેઇઝિંગ મિટિંગના માધ્યમથી 3.3 મિલિયન ડોલર ભેગા થઇ ગયા હતા.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:16 pm IST)