મુખ્ય સમાચાર
News of Wednesday, 26th September 2018

ત્રણ મહિનાની બાળકી આરોહા પહોંચી સંયુક્તરાષ્ટ્ર સંઘની સામાન્ય સભામાં: યુએનએ કર્યું સ્વાગત

ન્યુઝિલેન્ડનાં વડા પ્રધાન જેસિન્ડાબાળકી અને પતિ સાથે બેઠકમાં પહોંચ્યા

 

સંયુક્ત રાષ્ટ્રઃ ચાલુ વર્ષે જુન મહિનામાં ન્યુઝિલેન્ડનાં વડા પ્રધાન જેસિન્ડાએ એક બાળકીને જન્મ આપ્યો હતો, જેનું નામ તેમણે નેવે તે આરોહા રાખ્યું છે.તે પોતાની માતા અને પિતા સાથે સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં પહોંચી હતી 

 સંયુક્ત રાષ્ટ્રમાં ભેગા થયેલા નેતાઓ વચ્ચે જ્યારે 3 મહિનાની એક બાળકી પહોંચી, સૌનું આશ્ચર્યચકિત થવું સ્વાભાવિક છે. નાનકડી સભ્ય ન્યુઝિલેન્ડનાં વડા પ્રદાન જેસિન્ડા એરડર્નની પુત્રી સોમવારે તે પોતાની માતા-પિતા સાથે સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાની બેઠકમાં પહોંચી હતી.

 અહીં તેની માતા અને ન્યુઝિલેન્ડનાં વડા પ્રદાન જેસિન્ડાને સંયુક્ત રાષ્ટ્રની બેઠકને સંબોધિત કરવાની હતી.તેના પાર્ટનર ક્લાર્ક ગે ફોર્ડે તેના ભાષણ દરમિયાન બાળકીને સંભાળી હતી. જેસિન્ડા બીજાં વડા પ્રધાન છે, જેમણે પીએમ પદ પર રહેતાં બાળકને જન્મ આપ્યો છે

 . જેસિન્ડના પાર્ટનર ગેફોર્ડે પોતાની બાળકીનો ફોટો ટ્વીટર પર શેર કર્યો છે, જેમાં તે સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં બાળકી સાથે જોવા મળી રહ્યો હતો 

(12:51 am IST)